ડિસેમ્બર સુધીમાં 50 ટકા ભારતીયો કોરોના સંક્રમિત હશે: વી રવિ

PC: tvdaijiworld.com

લોકડાઉન 4.0 સમાપ્ત થયા પછી કોરોના સંક્રમણનું ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવાનો ભય વ્યક્ત કરતાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિઝમાં ન્યૂરોવાયરોલોજીના વડા વી રવિએ કહ્યું છે કે 31મી ડિસેમ્બર સુધીમાં ભારતમાં 50 ટકા લોકો કોરોના પોઝિટીવ સાથે જીવતા હશે. તેમણે કહ્યું છે કે જૂન મહિનાથી કોરોના સંક્રમણની માત્રા વધતી જશે.

તેમણે નોંધ્યું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં અડધી વસતી કોરોનાથી પિડીત હશે પરંતુ તે પૈકીના 90 ટકા લોકોને ખબર પણ નહીં હોય કે તેઓ કોરોના પોઝિટીવ છે. માત્ર પાંચ થી દસ ટકા કિસ્સા એવા હશે કે જેમને ઉચ્ચ સારવાર માટે ઓક્સિઝન કે વેન્ટીલેટરના સપોર્ટની જરૂર પડશે. આ મહામારીમાં બચવા માટે તેમણે રાજ્યોને આરોગ્ય સંભાળ લેવાની સલાહ આપી છે.

દેશના રાજ્યોમાં મૃત્યુદર અંગે ટિપ્પણી કરતાં રવિએ કહ્યું હતું કે કોરોના દર્દીમાં મૃત્યુદરનું પ્રમાણ ત્રણ થી ચાર ટકા છે પરંતુ ગુજરાતમાં મૃત્યુદર છ ટકા છે જે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આવતા વર્ષ 2021ના માર્ચ મહિના સુધીમાં કોરોનાની વેકસિન બજારમાં આવે તેવી સંભાવના છે.

કોરોના સાથે જીવવાનું રહેશે તેવું કહેતાં તેમણે સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસ એ ઇબોલા, એમઇઆરએસ અને સાર્સ જેવો ઘાતક એટલે કે જીવલેણ નથી. રવિ હાલ કર્ણાટક રાજ્યની જવાબદારી સંભાળી રહ્યાં છે. તેમણે કહ્યું કે રાજ્યોએ કોવિડના પરીક્ષણને લેબોરેટરીઓ તૈયાર રાખવી પડશે.

હર્ડ ઇમ્યુનિટીનો કન્સેપ્ટ 

દુનિયાના જુદા જુદા દેશો હાલની પરિસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છે. કેટલાકે લોકડાઉન જાહેર જ કર્યું ન હતું કે કેટલાકે મોડું જાહેર કર્યું. કેટલાક ટેસ્ટિંગ પર ભાર આપી રહ્યા છે તો કેટલાક હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવાની સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છે. હર્ડ ઇમ્યુનિટી એટલે કોરોના જેવા સમયમાં જ્યારે કોઇ દવા નથી કે વેક્સિન નથી ત્યારે લોકોમાં પ્રાકૃતિક રોગપ્રતિકારક શક્તિ પર ભરોસો રાખવો. એટલે કે લોકડાઉનમાં લોકોને તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવે. લોકોને ઇન્ફેક્શન પણ થાય. મોટાભાગના લોકોને ઇન્ફેક્શન થવાને કારણે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વિકસી જાય. જેટલા લોકો બીમાર પડે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે. આ રીતે કોઇપણ રોગ સામે આખા સમાજમાં ઇમ્યુનિટી ડેવલપ થઇ જાય છે. તેને હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp