હવે ભારતમાં આવશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર, જાણો શું છે ઓમેગા સેકીનો...

PC: indiatv.in

ઓમેગા સેકી મોબિલિટીની યોજના કેટલાક ઇલેક્ટ્રિક વાહન લાવવાની છે. કંપનીના એક ટોચના અધિકારી આ જાણકારી આપી છે. કંપનીનો ઇરાદો બે વર્ષમાં ટૂ-વ્હીલર, ફોર વ્હીલર કાર્ગો વાહન અને એક ટ્રેક્ટર સહિત કેટલાક ઇલેક્ટ્રિક વાહન લાવવાનો છે. દિલ્હી એંગલિયાં ઓમેગા ગ્રૂપની એકાઈ ઓમેગા સેકીની યોજના દેશના અલગ અલગ ભાગોમાં વિનિર્માણ કારખાના લગાવવાની છે. ઓમેગા સેકીના દિલ્હી/NCRમા કેટલાક વિનિર્માણ સંયંત્ર છે. કંપનીની યોજના આવતા વર્ષના અંત સુધી દેશભરમાં પોતાની ડિલરશીપની સંખ્યા 200 સુધી કરવાની છે.

એંગલિયન ઓમેગા ગ્રુપના ચેરમેન ઉદય નારંગે કહ્યું હતું કે કંપની આ પરિયોજનાઓના નાણાંકીય પોષણ માટે 1000 કરોડ રૂપિયા વધુ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઉદય નારંગે કહ્યું કે ‘અમે કારખાના લગાવીશું, ઉત્પાદન રજૂ કરીશું, આગલા કેટલાક વર્ષ સુધી રોકાયા વિના આગળ વધાવાનો ઇરાદો છે. કંપની અલગ અલગ પરિયોજનાઓ માટે કેટલાક માર્ગોથી ઘન એકત્ર કરાશે. ઓમેગા સેકી મોબિલિટીના મેનેજમેન્ટ ડાયરેક્ટર દેવ મુખર્જીએ કહ્યું કે, કંપની આવતા વર્ષના એપ્રિલ સુધી અને કેરેજ સેગમેન્ટ માટે ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર રજૂ કરશે, તો ફોર વ્હીલર કાર્ગો વાહન અને ટ્રેક્ટર વર્ષ 2021ના અંત સુધી વર્ષ 2022મા રજૂ કરવામાં આવશે. હાલમાં જ ઓમેગા સેઇકી મોબિલિટીએ કોમર્શિયલ પેસેન્જર વ્હીલર શ્રેણીમાં ઈલેક્ટ્રીક વ્હીલર રજૂ કર્યા છે. કંપનીએ થ્રી-વ્હીલર માલવાહક ‘સન રી’, ઇ-રિક્ષા ‘રાઈડ’ અને ઓટો રિક્ષા ‘સ્ટ્રીમ’ રજૂ કર્યા છે. કંપનીની યોજના આવતા વર્ષે માર્ચમાં તેનો પુરવઠો કરવાની છે.

ઇ-ટ્રેક્ટરની ખાસ વાતો:

  • ઇ-ટ્રેક્ટરની ખાસ વાત એ હશે કે તેના એન્જિનમાં લગભગ 300 એ પાર્ટસ નહીં હોય, જે નિયમિત ટ્રેક્ટરના એન્જિન સાથે આવે છે. તેનાથી ખેડૂતનો સમય બચશે અને વાહનનો મેન્ટેનેન્સનો ખર્ચ ઓછામાં ઓછો હશે.
  • ઇ-ટ્રેક્ટરમાં બેટરી સ્વેપિન્ગ, રીજનરેટિવ બ્રેકિંગ, પાવર ઇનવર્સન (ટ્રેક્ટર દ્વારા UPSને ચાર્જ કરવા) અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ ઉપલબ્ધ હશે.
  • 6 HPનો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સિંગલ ચાર્જ પર 75 કિલોમીટર સુધી ચાલી શકે છે. તે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. સ્ટાર્ટઅપનું કહેવું છે કે તેનું 6 HPનો ટ્રેક્ટર 21 HPના ડીઝલ ટ્રેક્ટર બરાબર છે. આવાસીય વાતાવરણમાં બેટરીને પૂરી રીતે ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે. જ્યારે ઔદ્યોગિક પાવર સર્કિટની બેટરી 2 કલાકમાં ફાસ્ટ ચાર્જ થઈ શકે છે.
  • ઇ-ટ્રેક્ટર એક શૂન્ય-ઉત્સર્જન પારિસ્થિતિક ટ્રેક્ટર છે, જે બાગવાની કે ગ્રીનહાઉસ કાર્ય માટે યોગ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp