બાળકને તાવ આવે કે જમે નહિ તો સાવધાન થઈ જજો, સરકારે બાળકો માટે જાહેર કરી ગાઈડલાઈન

PC: timesofindia.indiatimes.com

દેશમાં હવે કોરોના સંક્રમણના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. હાલના સમયમાં દેશમાં ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ પહેલાથી ઘણી સારી છે. જોકે વિશેષજ્ઞ અને ડૉક્ટર દેશમાં જલદી જ કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. એવામાં આયુષ મંત્રાલયે બાળકોને લઈને ગાઈડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઇન મુજબ જો બાળકને 4-5 દિવસ સુધી સખત તાવ હોય, ખાવાનું ઓછું ખાઈ રહ્યું હોય, થાક અનુભવી રહ્યું હોય તો લોકોએ તરત જ ડૉક્ટરો પાસે સલાહ લેવી જોઈએ.

નવી ગાઈડલાઇન મુજબ જો ઓક્સિજનનું સ્તર 95થી ઓછું થઈ ગયું હોય તો તેને વૃદ્ધોથી દૂર રાખવા જોઈએ. કોરોનાના લક્ષણ વિનાના બાળકો વૃદ્ધ લોકો માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે તેમને દૂધમાં હળદર નાખીને આપવું જોઈએ. તેની સાથે જ તેમને ચ્યવનપ્રાશ આપો. આયુષ બાળ ક્વાથ આપી શકો છો. કોરોના સંક્રમિત બાળકોના લક્ષણોના આધાર પર અલગ અલગ આયુર્વેદિક દવાઓ પણ તેમને આપી શકાય છે. જોકે તે પહેલા ડૉક્ટરી સલાહ લેવી આવશ્યક છે. બાળકોની પૌષ્ટિકતા વધારવા માટે તેમને લીલી શાકભાજીઓ અને ફળ ખાવા માટે આપો.

બાળકોને મનાવવા માટે આ છે 5 નિયમ:

  • બાળકોને પીવા માટે હળવું ઉકાળેલું પાણી આપો.
  • બાળકોને સ્વસ્થ રાખવા માટે સવારે અને રાતે બ્રશ કરાવવું જોઈએ.
  • બાળક જો 5 વર્ષથી મોટું હોય તો તેને ગરમ પાણીના કોગળા કરાવવા જોઈએ.
  • બાળકોની તેલ માલિશ કરો, યોગ અને મેડિટેશન જરૂરી.
  • 5 વર્ષથી વધારે ઉંમરના બાળકોને ક્ષમતા અનુસાર યોગ કરાવી શકો છો.

આયુષ મંત્રાલયે ગાઈડલાઇનમાં ચેતવ્યા છે કે ટાઈપ-1 ડાયાબિટીસ, હૃદય, ફેફસા સહિત અન્ય ગંભીર બિમારીઓથી ગ્રસિત બાળકોને કોરોના મહામારીની ત્રીજી લહેરથી સૌથી વધારે જોખમ હોય શકે છે. કેન્સર સહિત અન્ય બીમારીઓથી ગ્રસિત બાળકો જેમની દવા ચાલી રહી છે તેમને ડૉક્ટરોની સલાહ મુજબ દવા આપો. આયુષ મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બાળકોને વયસ્કોની તુલનામાં વાયરસથી બચાવવા પડકારજનક છે. એમ એટલા માટે કેમ કે દરેક બાળકની શારીરિક, માનસિક અને પ્રતિરોધક તંત્ર ક્ષમતા અલગ હોય છે.

એવામાં બાળકોને લઈને વાલીઓ જે પણ સાવધાની રાખી રહ્યા છે કે તેમના માટે જે પણ નિયમોનું પાલન કરી રહ્યા છે તેની બાબતે આયુષ ચિકિત્સકોથી સલાહ જરૂર લઈ લો. ડૉક્ટરની સલાહ વિના કશું જ કરો. કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે નિયમિત સમય પર હાથ ધોવાની ટેવ પાડવી પડશે. જો બાળક હાથ ધોવા માટે રાજી નથી થતું તો તેને પસંદગીની વસ્તુ આપવાનો વાયદો કરો જેથી પોતાની ટેવમાં નાખી લે.  કોરોના નાકથી શરીરમાં પ્રવેશ કરે છે.

બાળકોની અંદર કોરોનાને જતો રોકવા માટે તેમને માસ્ક જરૂર પહેરાવો, ખાસ કરીને ત્યારે જ્યારે ક્યાંક બહાર જઈ રહ્યા હો. 5-18 વર્ષના બાળકો માટે માસ્ક અનિવાર્ય છે. 2-5 વર્ષના બાળકોને પણ માસ્ક પહેરાવવાનું છે, પરંતુ વાલીઓએ એવા બાળકો પર નજર રાખવી પડશે. બાળકો માસ્ક પહેરે તે માટે ત્રણ લેયરવાળા આકર્ષક માસ્કનો પ્રયોગ કરી શકાય છે. વાતાવરણમાં કોરોના વાયરસના ઘણા સ્વરૂપ રહેલા છે. બાળકોને વાયરસના સંપર્કમાં આવતા બચાવવા માટે તેમને ઘરમાં રાખો. પર્યટન કરો કે તે બહાર ન નીકળે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp