બાબા કા ઢાબાના માલિકે હાથ જોડીને ગૌરવની માંગી માફી, જુઓ વીડિયો

PC: twitter.com

બાબા કા ઢાબા થોડા સમય પહેલા ઘણું ચર્ચામાં આવ્યું હતું. પહેલા આ ઢાબાને ચલાવતા વૃદ્ધ દંપત્તિની ખરાબ હાલત અને રાતો રાત તેમના ધનવાન બનવાનું કારણ. પછી વિવાદ અને ફરીથી તેમનું એ જ હાલતમાં પાછા પહોંચવાનું કારણ. આ સ્ટોરીમાં તમને ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આખરે તેનો સુખ અંત આવ્યો છે. નાનકડા ફૂડ સ્ટોલ બાબા કા ઢાબા રાતોરાત હિટ કરાવી દેનાર ફૂડ બ્લોગર ગૌરવ વાસને વૃદ્ધ દંપત્તિ સાથે ખુશનુમા ફોટો શેર કર્યો છે. આ દંપત્તિએ ગૌરવ પર તેમની મદદ કરીને લોકો પાસેથી આવેલા પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો.

વાસને ટ્વીટ કરીને લખ્યું છે- અંત ભલા તો સબ ભલા. ભૂલ કરવા કરતા ભૂલને માફ કરનારો મોટો હોય છે.(મારા માતા પિતાએ મને હંમેશા આ જ શીખવાડ્યું છે). ગૌરવે પોતાના વીડિયોમાં વૃદ્ધ દંપત્તિના સંઘર્ષની સ્ટોરી દેખાડી હતી. તેના લીધે અચાનકથી બાબા કા ઢાબા જાણીતું થઈ ગયું હતું. તેમને લોકો તરફથી ડોનેશન પણ મળ્યું હતું. ઢાબાના માલિક કાંતા પ્રસાદના માફી માંગ્યા પછી વાસને આ ફોટો શેર કર્યો છે.

એક બીજા ફૂડ બ્લોગરે હાથ જોડીને કાંતા પ્રસાદને માફી માંગતા દેખાડ્યા છે. તેમાં તેમને એ કહેતા સાંભળવામાં આવી શકે છે કે ગૌરવ ઠગ નથી. અમે તેને ક્યારેય ચોર કહ્યો નથી. ગૌરવના આ વીડિયો પછી મોટી સંખ્યામાં લોકો દક્ષિણ દિલ્હીમાં સ્થિત બાબા કા ઢાબા પર પહોંચ્યા હતા. આ વીડિયો બનાવનાર બીજો કોઈ નથી પરંતુ ગૌરવ વાસન હતો. તેમાં વાસને કહ્યું હતું કે કોરોનાને કારણે કાંતા પ્રસાદનો ધંધો ઠપ્પ થઈ ગયો છે. આ વીડિયો વાયરલ થઈ ગયો હતો અને દેશભરમાંથી લોકોએ કાંતા પ્રસાદને આર્થિક મદદ મોકલી હતી.

જોકે માનવતામાં કરવામાં આવેલી મદદનો બ્લોગરને વિવાદના રૂપમાં ફળ મળ્યું હતું. થયું એવું કે કાંતા પ્રસાદે ગૌરવ પર રૂપિયાની હેરાફેરીનો આરોપ લગાવી દીધો હતો. ગૌરવે પોતાની ઉપર લગાવેલા આરોપો ખોટા કહ્યા હતા. તેણે પોતાના બચાવમાં બેંક સ્ટેટમેન્ટ પણ સાર્વજનિક કર્યું હતું. પોતાના કમાયેલા પૈસામાંથી બાબાએ એક નાનકડી એવી રેસ્ટોરન્ટ પણ શરૂ કરી હતી, જેમાં કેટલાંક લોકોને પણ કામ પર રાખ્યા હતા પરંતુ કોરોનાની બીજી લહેરમાં તે બંધ થઈ ગઈ હતી અને તેનો ખર્ચો કાઢવો અઘરો પડતા તેમણે તે બંધ કરી પોતાની અસલ જગ્યાએ ફરીથી બાબા કા ઢાબા ખોલવાની ફરજ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp