રીલિઝની સાથે જ સુપરહિટ સાબિત થઈ ગઈ ‘બધાઈ હો’, 5 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

PC: twitter.com

આયુષમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘બધાઈ હો’ પહેલા વીકેન્ડ પર જ સુપરહિટ સાબિત થઈ ચુકી છે. ફિલ્મે માત્ર 2 દિવસમાં પોતાનો ખર્ચો કાઢી લીધો છે અને ચોથા દિવસે બેગણી કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. શરૂઆતનાં ચાર દિવસોમાં જ 45 કરોડ રૂપિયા કમાનારી આ ફિલ્મે સોમવારે પણ સારું કલેક્શન કર્યું છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના આંકડાઓ અનુસાર, ‘બધાઈ હો’એ સોમવારે 6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની સાથે જ ફિલ્મે અત્યારસુધીમાં 51 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

અમિત શર્માના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘બધાઈ હો’ 20 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ટ્રેડ એનાલિસ્ટોના તારણ અનુસાર, ફિલ્મે ઓપનિગ ડે પર 7.29 કરોડ, શુક્રવારે 11.67 કરોડ, શનિવારે 12.60 કરોડ અને રવિવારે 13.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની સાથે જ ફિલ્મે પાંચ દિવસોમાં જ 51 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

‘બધાઈ હો’ ફિલ્મનું બજેટ આશરે 20 કરોડ રૂપિયા જેટલું છે. ફિલ્મ કોમેડી અને ધમાલથી ભરપૂર છે અને તે દરેક ઉંમરના લોકોને પસંદ આવનારી ફિલ્મ છે. ફિલ્મમાં એ પ્રકારનો ટોપિક ઉઠાવવામાં આવ્યો છે, જેના પર બોલિવુડમાં અત્યારસુધી કોઈ ફિલ્મ બની નથી. આટલી ગંભીર બાબતને આટલા હળવા અંદાજમાં રજૂ કરવી એ ફિલ્મની યુએસપી છે તેમજ ફિલ્મનું ડિરેક્શન પણ જોરદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp