ભાજપ હોય કે કોંગ્રેસ દલિતોના કલ્યાણમાં નહીં માત્ર વોટમાં જ રસ છે
કોંગ્રેસે ગૃહ મંત્રી અમિત શાહની રાજ્યસભાની સ્પીચને ડો. ભીમરાવ આંબેડકરના અપમાન સાથે જોડી દીધી અને ઉહાપોહ મચાવી દીધો. આખું ભાષણ સાંભળીએ તો ખબર પડે છે કે આંબેડકરના અપમાન જેવું કશું અમિત શાહ બોલ્યા નથી. પરંતુ આવા વીડિયોના ટુકડા કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને મુદ્દા ગજવવાના ધંધા ભાજપ પણ કરી ચૂક્યું છે.
આ દલિત વોટોની તાકાત છે કે 24 કલાકની અંદર અમિત શાહે મીડીયા સમક્ષ ખુલાસો કરવા આવવું પડ્યું.કોંગ્રેસ હોય કે ભાજપ ડોં બાબા સાહેબ આંબેડકરના નામનો ઉપયોગ માત્ર દલિતોના મત મેળવવા માટે જ છે. કોઇ પણ રાજકીય પાર્ટીને દલિતોના કલ્યાણમાં રસ નથી હોતો, માત્ર તેમના રાજકીય રોટલા શેકવા હોય છે.
કોંગ્રેસે જો 60 વર્ષમાં દલિતોનું કલ્યાણ કર્યું હતે તો આજે તેઓ સમાજમાં નીચલી જાતિમાં રહ્યા ન હતે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp