BJPને ગુજરાતમાં 9 સીટથી 99 સીટ પર પહોંચતા આટલા વર્ષો લાગ્યા

PC: Khabarchhe.com

વો ભી ક્યા દિન થે હમે દિલ મેં બિઠાયા થા કભી... કોંગ્રેસ માટે આ સોંગ એક શમણું બનીને રહી ગયું છે. ગુજરાતમાં કોંગ્રેસ 1990થી સત્તામાં નથી. ભગવાન રામને 14 વર્ષનો વનવાસ હતો પરંતુ કોંગ્રેસનો વનવાસ 28 વર્ષ થયો છે. કોંગ્રેસે રામ કરતાં ડબલ સમય વનવાસમાં વિતાવ્યો છે. એક પાર્ટી નામે ભારતીય જનતા પાર્ટી કે જેણે 1980માં ગુજરાતમાં મૂળિયા રોપ્યાં હતા અને માત્ર 15 વર્ષમાં આ પાર્ટીએ કરિશ્મા કર્યો અને ગુજરાતની જનતા પર રાજ કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું બેસ્ટ પ્રદર્શન 1985માં રહ્યું હતું.

માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. આ સમયે જનતા પાર્ટીને 14 અને ભાજપને ફાળે 11 બેઠકો આવી હતી. ભાજપનો ગુજરાતમાં ઉદય આમ તો 1980માં થયો હતો અને તે ગાળામાં પહેલીવાર ભાજપે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં 9 બેઠકો મેળવી હતી. આજે 9 થી 99 છે. કોંગ્રેસની પડતી 1990માં શરૂ થઇ હતી અને ચીમનભાઇ પટેલ તેમજ ભાજપની સામે કોંગ્રેસને માત્ર 33 બેઠકો મળી હતી. 1995માં કોંગ્રેસનો પાવર 45 બેઠકો પુરતો મર્યાદિત બન્યો હતો. કોંગ્રેસની બેઠકો ક્રમશ: વધતી ગઇ છે પરંતુ પાવર મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp