મહારાષ્ટ્રમાં 30 વર્ષ પછી બમ્પર મતદાન, પાર્ટીઓની ઉંઘહરામ થઇ ગઇ

PC: x.com

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે પુરી થઇ અને 30 વર્ષ પછી પહેલીવાર બમ્પર મતદાન નોંધાયું. મહારાષ્ટ્રમાં સાંજે વાગ્યા સુધી 58 ટકા મતદાન થયું હતું, પરંતુ છેલ્લાં કલાકમાં મતદારોએ ભીડ લગાવી દીધી હતી અને છેલ્લે મતદાન 65.1 ટકા નોંધાયું હતું.

1995માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 71.69 ટકા મતદાન થયું હતું. 2019માં 61.4 ટકા મતદાન થયું હતું. 4 ટકા મતદાન વધી જવાને કારણે  મહાયુતી ગઠબંધન અને મહાવિકાસ અઘાડી બંને ટેન્શનમાં આવી ગયા છે. છેલ્લે છેલ્લે થયેલું મતદાન કોના તરફી ગયું એની ચિંતા વધી ગઇ છે.

શહેરી વિસ્તારો કરતા ગામડાના લોકોએ ખોખા ખોબા ભરીને મત આપ્યા છે. 23 નવેમ્બરે મતગણતરી થશે ત્યારે ખબર પડશે કે મહારાષ્ટ્રની ગાદી કોના હાથમાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp