કેનેડાએ ભારત જતા લોકોને વધુ એક ઝટકો આપ્યો
ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાથી ભારત આવતા પ્રવાસીઓ માટે ટ્રુડો સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી કેનેડાથી જે મુસાફરો ભારત આવશે તેમની સુરક્ષા તપાસ વધારી દેવામાં આવી છે.
કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રી કે જેઓ કેનેડામાં પહેલા હિંદુ મંત્રી છે તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વધુ સાવચેતી રાખવા સરકારે મુસાફરોની સુરક્ષા વધારી છે, જેના કારણે વિલંબનો સામનો કરવો પડી શકે છે.
ગયા મહિને શીખ ફોર જસ્ટીસના પન્નુએ ચિમકી આપી હતી કે 1થી 19 નવેમ્બર એર ઇન્ડિયામાં મુસાફરી કરવી નહીં. જેને પગલે કેનેડા સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કેનેડિયન એર ટ્રાન્સ્પોર્ટ સિક્યોરીટી ઓથોરિટીને એરપોર્ટ પર સુરક્ષા તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. ઓથોરિટીએ કહ્યું છે કે, કેનેડાથી ભારત આવતા લોકોએ એરપોર્ટ પર 4 કલાક વહેલા આવી જવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp