'EVM-VVPAT બનાવનારાઓની માહિતી ન આપી શકીએ', ECIL-BELએ RTIના જવાબમાં કહ્યું

PC: twitter.com/thenewsdrum

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ RTI એક્ટ હેઠળ કાર્યકર્તાને EVM અને VVPATના ઉત્પાદકો અને સપ્લાયર્સનાં નામ અને સંપર્ક વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. આ માટે, ECIL અને BELએ 'પ્રોફેશનલ ટ્રસ્ટ'નો ઉલ્લેખ કર્યો છે.

કાર્યકર્તા વેંકટેશ નાયકે 2 RTI દાખલ કરી હતી, જેમાં ECIL અને BELને પૂછવામાં આવ્યું હતું કે, કયા સાધનોમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT બનાવવામાં આવે છે અને તેમને કોણ સપ્લાય કરે છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ ECIL અને BEL ચૂંટણી પંચ માટે EVM અને VVPATs બનાવે છે. VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારોને એ જોવા માટે સક્ષમ બનાવે છે કે, તેમનો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં.

BELએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, માંગવામાં આવેલી માહિતી પ્રોફેશનલ ટ્રસ્ટનું ઉલ્લંઘન છે, તેથી આ માહિતી RTI કાયદાની કલમ 8(1)(d) હેઠળ પ્રદાન કરી શકાતી નથી. ECIL દ્વારા પણ આ જ પ્રકારનો પ્રતિસાદ મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, માહિતી એક પ્રોડક્ટને લગતી છે, જે ECIL દ્વારા બનાવવામાં આવી રહી છે. RTIના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, આવી માહિતી જાહેર કરવાથી ECILની સ્પર્ધાત્મક સ્થિતિ પર અસર પડશે.

ECILએ કહ્યું કે RTI હેઠળ માંગવામાં આવેલી માહિતી EVMની ડિઝાઇન વિગતો જાહેર થઇ જશે અને તે આ મશીનો માટે જોખમ ઊભું કરી શકે છે. તેથી, RTI એક્ટ 2005ની કલમ 7(9) અને કલમ 8(1)(d) હેઠળ તેને જાણકારી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આની વધુ માહિતી આપી શકાતી નથી.

RTI કાયદાની કલમ 8(1)(d) વ્યાવસાયિક ટ્રસ્ટ, વેપારના રહસ્યો અને બૌદ્ધિક સંપદા સહિતની માહિતીના ખુલાસાથી મુક્તિ આપે છે, કારણ કે આ માહિતી શેર કરવાથી ત્રીજા પક્ષની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન થશે.

અધિનિયમની કલમ 7(9) જણાવે છે કે, માહિતી સામાન્ય રીતે તે સ્વરૂપમાં પ્રદાન કરવામાં આવશે જ્યાં સુધી તે જાહેર સત્તાના સંસાધનોનો અપ્રમાણસર દુરુપયોગ કરે અથવા સંબંધિત રેકોર્ડની સુરક્ષા અથવા જાળવણી માટે પ્રતિકૂળ ન હોય. ECILએ જણાવ્યું હતું કે, ખરીદીના ઓર્ડર જાહેર કરવાથી મશીનોની ડિઝાઇન જાહેર થશે અને જોખમ ઊભું થઈ શકે છે.

દરમિયાન, RTI કાર્યકર્તા નાયકે જણાવ્યું હતું કે, મશીન ઉત્પાદકોએ RTI ઓનલાઈન પોર્ટલ પર તેમના જવાબની સહી કરેલી નકલ પણ અપલોડ કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp