મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાના લગ્નથી જન્મ લેનાર બાળકને લઈને SCનો મહત્વનો આદેશ

PC: indiaweddingshow.com


સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના મહત્વના આદેશમાં મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાના લગ્ન બાદ પેદા થયેલા બાળકને કાયદેસર ગણાવ્યું છે. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, આ બાળક પોતાના પિતાની સંપત્તિ પર અધિકાર મેળવી શકે છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠના ન્યાયાધીશ એનવી રમન અને એમ શાંતાનાગોદારે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, આવા પ્રકારના લગ્ન મુસ્લિમ કાયદા અનુસાર ના તો માન્ય છે અને ના તો એને રદ્દ કરી શકાય છે. આથી આવા લગ્નથી જન્મ લેનાર બાળકોને કાયદેસરનો દરજ્જો મળવો જોઈએ.

કોર્ટે મુસ્લિમ કાયદાનો આધાર માનતા જણાવ્યું કે, આ કાનૂન અંતર્ગત અમે નિર્ણય પર પહોંચ્યા છે કે, મુસ્લિમ પુરૂષ અને મૂર્તિ પૂજા કરનારી મહિલા વચ્ચે લગ્ન ના તો કાયદેસર છે ના તો નિરર્થક છે. આવામાં આ લગ્નથી જો કોઈ બાળક પેદા થાય, તો તેને પિતાની સંપતિ પર પૂરો અધિકાર મળવા પાત્ર છે.

કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, હિંદુ મહિલાઓ ભગવાનની મૂર્તિની પૂજા કરે છે. આથી સ્પષ્ટ છે કે, આવી મહિલાના મુસ્લિમ પુરુષ સાથે લગ્ન અયોગ્ય છે. હકિકતમાં મહોમ્મદ ઈલિયાસ અને વલ્લિઅમ્મા વચ્ચે લગ્ન બાદ તેમને શમશુદ્દીન નામનો પુત્ર થયો હતો. આ મામલે બન્ને પક્ષોએ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. આ બાબતની સુનાવણી હાથ ધરતા કેરલ હાઈકોર્ટે પોતાની ચૂકાદામાં જણાવ્યું હતું કે, શમશુદ્દીન બન્નેનું કાયદેસરનું સંતાન છે, પરંતુ માતા ગેરકાનૂની પત્ની છે. કારણ કે લગ્ન સમયે તે ધર્મથી હિંદુ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp