સીનિયર નેતાઓ પ્રિયંકાને કોંગ્રેસની કમાન સોંપવાની કરી રહ્યા છે માગ

PC: tosshub.com

રાહુલ ગાંધીના રાજીનામા બાદ નવા કોંગ્રેસ અધ્યક્ષને લઈને પાર્ટીમાં ચાલી રહેલ અસમંજસની વચ્ચે તેમની બહેન પ્રિયંકા ગાંધીને કમાન સોંપવાની માગ ઉઠી રહી છે. ઘણા કોંગ્રેસી નેતાઓએ મહાસચિવ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા અંગે નિવેદનો આપ્યા છે. જોકે, એ સ્પષ્ટ છે કે, કોંગ્રેસના નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહીં હશે, પરંતુ પ્રિયંકાને લઈને ઉઠી રહેલી માગને કારણે તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ આ ચર્ચાને કારણે BJPને વંશવાદના નામ પર કોંગ્રેસને ઘેરવાની તક મળી ગઈ છે.

રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યાને 50 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, પાર્ટીના નવા અધ્યક્ષ કોણ હશે. દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈ એક નામ પર સહમતિ નથી બની રહી. તેની પાછળનું એક મોટું કારણ એ પણ છે કે, નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયાથી રાહુલ ગાંધીએ પોતાને દૂર રાખ્યા છે. ગત એક મહિનામાં નવા કોંગ્રેસ અધ્યક્ષને લઈને અશોક ગેહલોતથી લઈને સુશીલ કુમાર શિંદે, મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક જેવા ઘણા નેતાઓના નામના કયાસ લગાવવામાં આવી ચુક્યા છે, પરંતુ પરિણામ હજુ સુધી નથી મળ્યું. નવા અધ્યક્ષની પસંદગીમાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પ્રિયંકા ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માગ કરી છે.

જે નેતાઓએ પ્રિયંકા ગાંધીને કમાન સોંપવાની માગ કરી છે, તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને યુપી કોંગ્રેસના મોટા નેતા શ્રીપ્રકાશ જૈસ્વાલ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરા અને પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનિલ શાસ્ત્રી સામેલ છે. તેમનું માનવું છે કે, કોંગ્રેસમાં રાહુલની જગ્યા લેવા માટે પ્રિયંકા કરતા વધુ સારો વિકલ્પ બીજો કોઈ નથી.

જોકે, રાહુલ ગાંધીએ પોતે એ સ્પષ્ટ કરી દીધું છે કે, પાર્ટીના નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહીં હશે. ઉચ્ચ સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધી પોતે તેના માટે તૈયાર નથી. પરંતુ આ માગ એટલા માટે ઉઠી રહી છે, કારણ કે પ્રિયંકા ગાંધીના નેતૃત્વને લઈને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓને ખૂબ જ આશાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp