SMCની ઢોર પકડનાર ટીમ પર થયો હુમલો, જુઓ વીડિયો

સુરતમાં ઢોર પકડવા માટે ગયેલા સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકોએ મારામારી કરી હતી. સુરતમાં આ પ્રકારની ઘટના કોઈ પહેલી નથી. અવાર નવાર આ પ્રકારની ઘટના બનવા પામે છે. રસ્તા પર દબાણ કરતા પશુઓનું દબાણ દૂર કરવા માટે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ રખડતા ઢોરને પકડવા જાય છે ત્યારે પશુપાલકો અને SMCના કર્મચારીઓ વચ્ચે મારામારીના અને ઘર્ષણના દૃશ્યો સર્જાય છે. આ મામલે ઘણીવાર સુરતના પોલીસ સ્ટેશનોમાં મહાનગર પાલિકાના કર્ચારીઓ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવે છે. આજે ફરી એક વાર સુરત મહાનગર પાલિકાની ઢોર પકડવાની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે.

આ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારની છે કે, જ્યાં રસ્તા પર રખડતા ઢોરના દબાણ દૂર કરવામની કાર્યવાહી મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી તે સમયે પશુ પાલકો અને મહાનગર પાલિકાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા પશુ પાલકોએ ઢોર પકડવા માટે આવેલા મહાનગર પાલિકાના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેના કારણે સમગ્ર મામલો અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં મહાનગર પાલિકાના કર્મચારીઓ અમરોલી પોલીસ મથકમાં પશુ પાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp