ચોર વરસાદની મજા લઇ ગયા, ઘરમાંથી 40 લાખ પણ ચોરી ગયા, પકોડા બનાવીને ખાધા અને પછી..

PC: india.com

નોઇડામાં છેલ્લા 24 કલાકોમાં ચોરોએ લગભગ અડધો ડઝન ઘરોમાં ચોરી કરી છે. લાખો રૂપિયા પણ લઇ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે નોઇડામાં એક નવી ગેંગ સક્રિય થઇ છે, પરંતુ ચોરીની ઘટના માત્ર ચોરી સુધી જ સીમિત રહી નથી. આ દરમિયાન રીતસરના પકોડા પણ તળીને ખાઇ ગયા. એક તરફ ચોરી પણ ચાલતી હતી અને બીજી તરફ માસ્ટર શેફ માસ્ટર શેફનો ખેલ ચાલુ હતો. આ ચોર થોડા રંગીન મિજાજના લાગે છે. તેઓ અહી જ ન રોકાયા.

મીડિયા રિપોર્ટ મુજબ, ચોરોએ ખાધા બાદ પાન ખાઇને થૂંક્યા. એટલી બિંદાસ ચોરી કોણ કરે છે ભાઇ? ખાવાનું ખાઇને પાન પણ ચાવી નાખ્યું. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સેક્ટર 82ના જનતા ફ્લેટની છે. અહી ચોરોએ 24 કલાકમાં 6-7 બંધ ઘરોમાં ઘટનાને અંજામ આપી. ચોરોએ કલાકો વિતાવ્યા અને પછી બિન્દાસ ચોરી કરી. એક ઘરમાં રહેનાર શ્રીરામ ત્રિપાઠી પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશમાં હતો.

ચોરોએ પહેલા તાળું તોડ્યું. એવા ટૂલનો ઉપયોગ કર્યો કે વધારે અવાજ ન આવે. પછી ઘરેણાં સહિત 40 લાખ રૂપિયાની ચોરી થવાની કહેવામાં આવી રહી છે. ચોરોએ શ્રીરામ ત્રિપાઠીના ઘરમાં જ પકોડા તળ્યા. બિદાસ ટિશ્યૂ પેપરથી હાથ સાફ કર્યા અને ચોરીનો સામાન ઉઠાવી ફરાર થઇ ગયા જેમ કે Masterchef અને Money Heist એક સાથે. ચોર અહી જ ન રોકાયા. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા અન્ય બંધ ઘરોમાં પણ ચોરીને અંજામ આપી.

બીજી એક ઘટના સેક્ટર 25માં થઇ. અહી રહેનારી ઋચા વાજપેયી પણ ઘરે નહોતી. તે કાનપુરમાં હતી. તેના ઘરનું પણ ચોરોએ તાળું તોડ્યું. લગભગ 3 લાખ રૂપિયાના ઘરેણાં લઇને રફુચક્કર થઇ ગયા. ચોરી સાથે ઋચાના ઘરની ફ્રિજમાંથી ઘણી પાણીની બોટલો પણ કાઢી. પાણી પીને બોટલો ત્યાં જ ફેંકી દીધી અને બાથરૂમમાં થૂંકીને જતા રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે એડિશનલ DCP હૃદેશ કઠેરિયાએ SHOને નિર્દેશ આપ્યા છે. સાથે જ ઘટનાની તપાસ માટે ટીમ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp