કાયદાના પાલક જ બન્યા ભક્ષક, કચ્છમાં PSI સહિત 5 લોકો સામે ગુનો દાખલ

PC: dnaindia.com

હવે ગુજરાતના લોકો પાસે કાયદાનું પાલન કરાવડાવતા પોલીસકર્મીઓ સામે જ ગુનાઓ દાખલ થઈ રહ્યા છે. બે દિવસ પહેલા વડોદરાના બે પોલીસકર્મીઓ પોતાની કારમાં લાખો રૂપિયાના ગેરકાયદે દારૂના જથ્થા સાથે પકડાયા હતા અને હવે કચ્છના માંડવી પોલીસ સ્ટેશનમાં PSI સહિત 5 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ PSI સામે નકલી નોટના કેસમાં ફરિયાદીને ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા દેવજી હિરાણીયા દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તેની સાથે કામ કરતા કેટલાક ઇસમોએ તેની સાથે 3 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી અને ત્યારબાદ માંડવી પોલીસ સ્ટેશનના PSI એસ. ડી. વૈષ્ણવ દ્વારા તેને નકલી નોટના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને 9 લાખ રૂપિયાનો તોડ પણ PSI સહિત અન્ય 5 ઇસમો દ્વારા કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનામાં પોલીસની સંડોવણી હોવાના કારણે ગઈકાલે દેવજી હિરાણીયાએ જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ આ કેસની ગંભીરતાને સમજી માંડવી પોલીસ સ્ટેશનમાં આ મામલે PSI એસ. ડી. વૈષ્ણવ સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા હતા. જેના કારણે માંડવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ મામલે PSI વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ મામલે એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp