અમરેલીની બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર લંડન ભણીને આવ્યા છે

PC: chitralekha.com

સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી ભાજપે 10 ચોપડી ભણેલા અને ખેડુત એવા ભરત સુતરિયાની ટિકિટ આપેલી છે તો બીજી તરફ કોંગ્રેસે જેની ઠુંમ્મર કે જેઓ લંડનથી ભણીને આવેલા છે અને રાજકીય પરિવારમાંથી આવે છે.

અમરેલીના રાજકારણમાં એવું કહેવાય છે કે, ભાજપના દિલીપ સાંઘીણી અને નારણ કાછડીયાનો જ સિક્કો ચાલે છે, પરંતુ આ વખતે ભાજપે નારણ કાછડીયાની ટિકિટ કાપીને ભરત સુતરીયાને આપી છે. જેની ઠુંમ્મર લંડનથી માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું ભણ્યા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુંમ્મરના દીકરી છે. અમરેલીમાં કુલ 17 લાખ મતદારો છે અને તેમાંથી પાટીદાર મતદારો લગભગ 4 લાખ જેટલાં છે. ભરત સુતરીયા અને જેની ઠુંમ્મર બંને લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp