રાહુલ ગાંધીને એવી કંઈ નોટિસ મોકલી કે કોંગ્રેસે જજને હટાવવા કહી દીધું

PC: khabarchhe.com

લોકસભા ચૂંટણીમાં જાતિ ગણતરી પર આપવામાં આવેલા નિવેદને વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે મુશ્કેલી ઊભી કરી છે. બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલના નિવેદનને લઈને તેમને નોટિસ મોકલી આપી છે. આનાથી કોંગ્રેસ ગુસ્સે થઈ ગઈ અને તેણે ત્યાં સુધી કહ્યું કે, આવા જજોને તરત જ તેમના પદ પરથી બરતરફ કરી દેવા જોઈએ. તેઓએ ગરીબો અને અન્ય બાબતો છે તેના પર ચુકાદો આપવો જોઈએ. બરેલી કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને 7 જાન્યુઆરીએ હાજર થવાનું કહ્યું છે.

બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જ્ઞાતિની વસ્તી ગણતરી પરના તેમના નિવેદન પર રાહુલ ગાંધીને નોટિસ મોકલવા પર, કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું, 'આ ન તો સમાચાર છે અને ન તો તેના પર કોઈ ચર્ચા થવી જોઈએ. આવા માનસિક રીતે બીમાર લોકોની પાસે આ પ્રકારની પિટિશન ફાઇલ કરવાનો સમય હોય છે. કોર્ટની આ કેવી દુર્દશા થઇ ચુકી છે? નીચલી અદાલતો સુપ્રીમ કોર્ટની વાત સાંભળી રહી નથી. કોઈ અર્થ ન હોય તેવી બાબતમાં પણ નોટિસ આપવી એ બકવાસ નોટિસ છે. આવા ન્યાયાધીશોને તાત્કાલિક બરતરફ કરી દેવા જોઈએ. એવું લાગે છે કે તેઓ અભણ લોકો છે. કાં તો તેઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. ગરીબોના પડતર કેસો, તેના પર નિર્ણય લેવો જોઈએ.'

કોંગ્રેસ નેતા ઉદિત રાજે વધુમાં કહ્યું કે, 'રાહુલે જાતિ ગણતરી પર પ્રચાર કર્યો, આ જ તો અમારો મુદ્દો છે. આ તો સામાજિક ન્યાય છે, દરેકને ભાગીદારી આપવાની વાત છે. જેમની પાસે ખરીદશક્તિ નથી તેમના માટે યોજના બનાવો, તેનાથી દેશને પ્રગતિ કરવામાં મદદ મળશે. ભારતીય રાજકારણમાં અત્યારે આનાથી મોટો કોઈ મુદ્દો નથી.'

પોતાની અરજીમાં પંકજ પાઠકે કહ્યું છે કે, અમને લાગ્યું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન જાતિ ગણતરી પર આપેલું નિવેદન દેશમાં ગૃહયુદ્ધ શરૂ કરવાના પ્રયાસ જેવું હતું. શરૂઆતમાં, MP-MLA કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને ફગાવી દેવામાં આવી હતી. જોકે, અરજદારે ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં અપીલ કરીને કેસ આગળ ધપાવ્યો હતો. પાઠકે કહ્યું, 'અમારી અપીલ ત્યાં સ્વીકારવામાં આવી હતી અને રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી હતી.'

અરજદારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી દેશમાં વિભાજન અને અશાંતિ ભડકાવવાની સંભાવના છે, જેના માટે ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગણી ચાલુ રાખી અને દાવો કર્યો કે, બંધારણ પર હુમલો થયો છે અને ભારતીય જનતા પાર્ટી, PM મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે BR આંબેડકરનું અપમાન કરીને એક ગંભીર ભૂલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp