કોંગ્રેસને આવકવેરા વિભાગનો ઝટકો, પકડાવી 1700 કરોડની નોટિસ

PC: livemint.com

કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. દિલ્હી હાઇ કોર્ટ તરફથી પુનર્મૂલ્યાંકન પ્રોસિડિંગ વિરુદ્ધ પાર્ટીની અરજી ફગાવ્યાના થોડા કલાકો બાદ આવકવેરા વિભાગે પાર્ટીને 1,700 કરોડ રૂપિયાની નોટિસ પકડાવી છે. કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ આ ઘટનાક્રમની જાણકારી આપી છે. આ નોટિસ મૂલ્યાંકન વર્ષ 2017-18 અને વર્ષ 2020-21 માટે આપવામાં આવી છે અને તેમાં દંડ અને વ્યાજ પણ સામેલ છે. આ અગાઉ ગુરુવારે દિલ્હી હાઇ કોર્ટે પાર્ટીને ઝટકો આપ્યો હતો.

કોર્ટે ટેક્સ અધિકારીઓ તરફથી તેમની વિરુદ્ધ 4 વર્ષની અવધિ માટે ટેક્સ પુનર્મૂલ્યાકન પ્રોસિડિંગ શરૂ કરવાને પડકાર આપતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. દિલ્હી હાઇ કોર્ટની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, કોંગ્રેસમાં ખાતામાં ઘણી બેહિસાબ લેવડ-દેવડ હતી. તેના આધાર પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં કેસ આંકલન વર્ષ 2017 થી 2021 સુધીનો છે. કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી હાઇ કોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાં વર્ષ 2014-15, 16 અને 17 સુધી આવકવેરા વિભાગ તરફથી પુનર્મૂલ્યાંકન કાર્યવાહીને પણ પડકાર આપ્યો હતો. તેમાં આવકવેરા વિભાગનું કહેવું હતું કે રેકોર્ડ પર ઉપસ્થિત સામગ્રી એ દેખાડવા માટે પૂરતી છે કે પાર્ટીની બચેલી આવક 520 કરોડ રૂપિયાથી વધુ છે.

દિલ્હી હાઇ કોર્ટે આ અગાઉ 3 વર્ષ માટે આવકવેરા વિભાગની ટેક્સ પુનર્મૂલ્યાંકન પ્રોસિડિંગ વિરુદ્ધ અરજી ફગાવી હતી. કોંગ્રેસે પુનર્મૂલ્યાંકન કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંધવીનું કહેવું હતું કે, ટેક્સ પુનર્મૂલ્યાંકન કાર્યવાહી પર સમયસીમા લાગૂ થાય છે. આવકવેરા વિભાગ વધુમાં વધુ 6 મૂલ્યાંકન વર્ષો સુધી જ કરી શકાય છે. પુનર્મૂલ્યાંકન પ્રોસિડિંગ આવકવેરા કાયદાના પ્રાવધાનો વિરુદ્ધ કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગ પહેલા જ કોંગ્રેસ પાર્ટીની દિલ્હી સ્થિત બેંક ખાતામાંથી 135 કરોડ વસૂલી ચૂક્યો છે. 2018-19 માટે કોંગ્રેસ જરૂરી શરત પૂરી કરી શકી નહોતી. કોર્ટમાં આવકવેરા વિભાગે કહ્યું હતું કે, 520 કરોડ રૂપિયાના એસેસમેન્ટ સામેલ નહોતા. અલગ અલગ જગ્યાએ છાપેમારીથી આવકવેરા વિભાગને ઘણા એવા પુરાવા મળ્યા, જેનથી સ્પષ્ટ થાય છે કે કેશના માધ્યમથી લેવડ-દેવડ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp