મહારાષ્ટ્રઃ કોંગ્રેસને મળી 2000થી વધુ અરજી, 100 સીટોમાં કેવી રીતે થશે સીટ શેરિંગ
આગામી મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ એ અગાઉ પ્રદેશ કોંગ્રેસના માથાનો દુઃખાવો વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે ઇચ્છુક લોકોની ભીડ ઉમટી પડી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ એકાઇ પાસે અત્યાર સુધી 2000 કરતા વધુ લોકોની અરજી આવી ચૂકી છે. રાજ્યમાં કુલ 288 સીટો છે અને મહા વિકાસ અઘાડી (MVA)માં કોંગ્રેસને 100-110 સીટો મળી શકે છે.
સૌથી વધુ અરજી મરાઠવાડા અને વિદર્ભ ક્ષેત્રથી મળી છે. આ અરાજદારોથી એમ લાગી રહ્યું છે કે જે કાર્યકર્તાને સીટ ન મળી, તેઓ બળવાખોર બની શકે છે જે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે. મહારાષ્ટ્ર ચૂંટણી માટે અરજદારોને રજીસ્ટ્રેશન ચાર્જ આપવો પડે છે. SC-ST ઉમેદવારોએ અરજી ચાર્જના રૂપમાં 10 હજાર રૂપિયા અને સામાન્ય ઉમેદવારોને 20 હજાર રૂપિયા આપવા પડે છે. જે પ્રકારે કોંગ્રેસ પાસે અરાજદારોની ભીડ ઉમટી રહી છે. તેને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ લોકસભાની ચૂંટણીના પરિણામોની સફળતા બતાવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઊભરી. કોંગ્રેસના 13 સાંસદોએ જીત હાંસલ કરી અને આ પરિણામોને જોતા મહારાષ્ટ્રમાં MVA 65 ટકા વિધાનસભા ક્ષેત્રોમાં આગળ છે. જે પ્રકારે લોકોમાં કોંગ્રેસની ટિકિટ લેવાની હોડ લાગી છે એ એક સકારત્મક સંકેત આપી રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે સૌથી વધુ અરજદાર અને મરાઠવાડાથી મળી રહ્યા છે. કોંગ્રેસ સતત વિદર્ભથી મુખ્યમંત્રી ઉમેદવારની જાહેરાત કરવાની પણ માગ કરી રહી છે.
વિદર્ભમાં કોંગ્રેસની વોટિંગ ટકાવારી સારી છે. વિદર્ભ અને મરાઠવાડા ક્ષેત્રોમાં દલિત, મુસ્લિમ અને મરાઠા કોંગ્રેસ અને MVAનું સમર્થન કરી રહ્યા છે. કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ તેની જાણકારી આપતા જણાવ્યું કે, વિદર્ભ અને મરાઠવાડાથી સૌથી વધુ અરજદાર મળ્યા છે. તો જે ઉમેદવારોને ટિકિટ નહીં આપે, એ બળવાખોર થઇને અપક્ષ ચૂંટણી લડી શકે છે જે કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીનો ખેલ ખરાબ પણ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp