કોંગ્રેસને શંકા છે કે હરિયાણામાં 20 બેઠકો પર ગરબડ થઇ છે, ચૂંટણી પંચને ફરિયાદ કરી
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના 8 ઓક્ટોબરે પરિણામો જાહેર થઇ ગયા, ભાજપ 48 બેઠકો જીતી અને કોંગ્રેસ 37 બેઠકો. 17 ઓક્ટોબરે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સૈની શપથ પણ લેવાના છે, પરંતુ હરિયાણાની હારના આઘાતમાંથી કોંગ્રેસ હજુ બહાર નથી આવી.
એક્ઝિટ પોલ અને માહોલ એવો હતો કે હરિયાણમાં આ વખતે કોંગ્રેસ જ સરકાર બનાવશે, પરંતુ પરિણામો સાવ ઉલટા આવ્યા. કોંગ્રેસે ચૂંટણી પંચને 20 બેઠકોની યાદી સોંપી છે અને માંગ કરી છે કે આ બેઠકોની મત ગણતરીમાં ગરબડ થઇ હોવાની શંકા છે એટલે EVMને સીલ મારી દો અને તપાસ કરો.
કોંગ્રેસે પહેલા 13 બેઠકોની યાદી આપી હતી જેમાં ઇંદ્રી, બડખલ, ફરીદાબાદ, એનઆઇટી, નલવા, રાનિયા, પટૌદી, પલવલ, બલ્લભગઢ, બરવાલા, ઉચાના ઉંલાં, ઘરૌદા, કોસલી અને બાદશાહપૂર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp