મહારાષ્ટ્રમાં ફડણવીસે દત્તક લીધેલા ગામની પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસની જીત

PC: mid-day.com

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂટંણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. મુખ્યમંત્રી ફડણવીસે દત્તક લીધેલા ગામમાં જ કોંગ્રેસનો વિજય થયો છે. આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપને ફાળે 1311, કોંગ્રેસને ફાળે 312, શિવસેનાને ફાળે 295 અને એનસીપીને ફાળે 297 બેઠકો ગઇ છે.

અન્ય 453 બેઠકો પર અન્ય ઉમેદવારો જીત્યા છે.
આ ચૂંટણીમાં ભાજપ બેઠકની દ્રષ્ટિએ નંબર વન રહ્યો છે, પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દત્તક લીધેલા ગામ ફેટરીમાં ભાજપને પરાજય ખમવો પડ્યો છે. મુખ્યમંત્રીએ ગામ દત્તક લીધેલું હોવા છતાં ત્યાં ભાજપનું કમળ ખીલી શક્યું નથી. ફેટરીમાં કોંગ્રેસ એનસીપીના ઉમેદવાર ધનશ્રી ઢોમણેનો વિજય થયો છે.
ભાજપ હાલમાં બે રાજ્યોમાં ભાગ્ય અજમાવવા જઇ રહ્યું છે, ત્યારે તેના માટે આ સમાચાર ચિંતાજનક છે. મોદી માટે અત્યારે ચિંતા તો ગુજરાતની છે.

ગુજરાત તેમનું હોમ ગ્રાઉન્ડ છે, ત્યારે એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ સોળે કળાએ ખીલે એ તેમને માટે જરૂરી છે, જો કમળ મુરઝાઇ જાય તો મોદી માટે નૈતિક રીતે એ મોટો ફટકો પડે એમ છે. જો કે તેનાથી મોદીની સરકારને સીધી કોઇ અસર નહીં થાય, પણ ભાજપની મોદી સરકાર પ્રતિ લોકોમાં હવે ચાહના રહી નથી, એટલા સંકેત પણ ભાજપને બેઠો કરવા માટે પૂરતા બની રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp