ઘર વાપસી કરનાર કોંગ્રેસીનો દાવો, ભાજપમાં પાટીલની મંજૂરી વગર કશું થતું નથી
ખેડા જિલ્લાના મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર જાન્યુઆરી 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ 331 દિવસમાં તેમનો ભાજપમાં મોહભંગ થઇ ગયો અને 20 ડિસેમ્બર 2024માં તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી છે. હવે આ કોંગ્રેસી નેતાએ ભાજપની પોલ ખોલી છે.
ઇન્દ્રજિતસિંહ પરમારે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કશું ચાલતું નથી, તેઓ માત્ર એક ચહેરો છે. સી આર પાટીલની પરવાનગી વગર કોઇ કામ થતા નથી. કોઇ પણ ફાઇલ પાસ કરતા પહેલા પાટીલની મંજૂરી લીધા પછી જ પાસ કરવામાં આવે છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક નેતાઓ હવે ગુંગળામણ અનુભવે છે અને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માંગે છે એમ પરમારે કહ્યું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને અળગા રાખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp