'ઈશ્વર-અલ્લાહ તેરો નામ...' ભજન ગાયું તો BJP નેતાએ કલાકાર પાસે માફી મગાવી
બુધવારે બિહારમાં અટલ જયંતિની ઉજવણીના અવસરે મહાત્મા ગાંધીના ભજન 'રઘુપતિ રાઘવ રાજા રામ'ની 'ઈશ્વર અલ્લાહ તેરો નામ'ના વાક્ય પર હંગામો થયો હતો. આ અંગે વિપક્ષો BJP સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ અને RJD ચીફ લાલુ યાદવે કાર્યક્રમનો વીડિયો શેર કરતા BJP પર નિશાન સાધ્યું છે.
ગુરુવારે કોંગ્રેસે સૌથી પહેલા એક અખબારની કટિંગ ટ્વીટ કરી અને લખ્યું, 'અટલજીની જન્મજયંતિ પર સરકારે પટનામાં 'હું અટલ રહીશ' કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં લોકગાયિકા દેવીએ ગાંધીજીનું પ્રિય ભજન 'રઘુપતિ રાઘવ રાજા રામ' ગાયું કે તરત જ સામે બેઠેલા BJPના નેતાઓએ હંગામો મચાવ્યો. ગાંધીજીનું આ ભજન ગાવા બદલ લોકગાયિકાને માફી માંગવા માટે મજબુર કરવામાં આવી હતી. RSS-BJPના લોકો ગાંધીજી પ્રત્યે કેટલી નફરત ધરાવે છે તેનું પ્રતીક છે આ ઘટના. ગોડસેની વિચારધારાના લોકો ગાંધીજીને માન આપી શકતા નથી. પરંતુ તેઓએ યાદ રાખવું જોઈએ.. આ દેશ ગાંધીજીની વિચારધારાથી ચાલશે, ગોડસેની નહીં.'
આ પછી કોંગ્રેસે કાર્યક્રમનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, 'PM નરેન્દ્ર મોદીજી, આ વીડિયો જુઓ. તમને પોતાનો આદર્શ માનનારા તમારા પક્ષના નેતાઓ ગાંધીજીથી એટલા નારાજ છે. શું તમે પણ તેઓને 'દિલથી માફ' નહીં કરી શકશો ને?'
.@narendramodi जी, ये वीडियो देखिए.
— Congress (@INCIndia) December 26, 2024
आपकी पार्टी के नेता जो आपको अपना आदर्श मानते हैं, उन्हें गांधी जी से कितनी चिढ़ है.
क्या आप इन्हें भी 'दिल से माफ' नहीं कर पाएंगे? https://t.co/VPgvKV1JIB pic.twitter.com/EfiTmVHqtY
કોંગ્રેસ પછી RJD ચીફ લાલુ યાદવે પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, 'સંઘીઓ અને BJPના લોકો શરૂઆતથી જ 'જય સિયારામ, જય સીતારામ'ના નામ અને નારાને નફરત કરે છે કારણ કે, તે માતા સીતાની જય બોલાય છે. આ લોકો શરૂઆતથી જ મહિલા વિરોધી છે અને 'જય શ્રી રામ'ના નારા લગાવીને અડધી વસ્તી એટલે કે મહિલાઓનું અપમાન કરે છે.'
લાલુ યાદવે કહ્યું, 'ગઈકાલે કાર્યક્રમમાં ગાયિકા દેવીએ બાપુના નામે બનેલા ઓડિટોરિયમમાં બાપુનું ભજન ગાયું હતું અને 'સીતારામ' કહ્યું હતું, ત્યારે BJPના નાના મગજના લોકોએ માઈક પર તેમને માફી માંગવા માટે કહ્યું હતું અને માતા સીતાની જય અને સીતારામના નારાની જગ્યાએ, જય શ્રી રામના નારા લગાવડાવ્યા હતા. શા માટે આ સંઘીઓ 'સીતા માતા' સહિતની મહિલાઓનું અપમાન કરે છે?'
संघियों और भाजपाइयों को “जय सियाराम, जय सीताराम” के नाम एवं नारे से शुरू ही नफरत है क्योंकि उसमें माता सीता का जयकारा है। ये लोग शुरू से ही महिला विरोधी है तथा “जय श्री राम’ के नारे के साथ आधी आबादी महिलाओं का भी अपमान करते हैं।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) December 26, 2024
गायिका देवी ने कल कार्यक्रम में बापू के नाम पर… pic.twitter.com/fOGhxfWE16
અટલ જયંતિના અવસર પર બુધવારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભોજપુરી ગાયિકા દેવીએ સ્ટેજ પરથી મહાત્મા ગાંધીનું પ્રિય ભજન 'રઘુપતિ રાઘવ રાજા રામ' ગાયું હતું. આ ભજનમાં 'ઈશ્વર અલ્લાહ તેરો નામ'ની એક પંક્તિ પર હોબાળો થયો હતો. ઓડિટોરિયમમાં હાજર લોકોએ તેનો એટલો વિરોધ કર્યો કે, તેમણે માફી પણ માંગવી પડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp