UK-બ્રાઝિલ સ્ટ્રેન પર અને ડબલ મ્યૂટેન્ટ પર પણ પ્રભાવી છે આ વેક્સીન, ICMRનો દાવો

PC: ICMR

દેશમાં કોરોના વાયરસની વધતી સ્પીડના કારણે હાહાકાર મચ્યો છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં હાલના સમયમાં હોસ્પિટલોમાં બેડ્સ માટે મારામારી જેવી પરિસ્થિતિ છે. પરંતુ આ દરમિયાન વેક્સીનેશન અંગે એક રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ICMRની એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત બાયોટેકની કોવેક્સીન કોરોનના ઘણા મ્યૂટેન્ટ પર કારગર સાબિત થાય છે.

વેક્સીનેશન અભિયાનની વચ્ચે ICMR તરફથી એક રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ભારત બાયોટેકની કોવેક્સીન કોરોનાના અલગ-અલગ મ્યૂટેન્ટ વિરુદ્ધ અસર કરે છે. ICMRની સ્ટડી અનુસાર, આ વેક્સીન કોરોનાના યુકે, બ્રાઝિલ અને આફ્રિકન વેરિયન્ટને માત આપવામાં કારગર છે. એટલું જ નહીં, તે ડબલ મ્યૂટેન્ટના જોખમને પણ દૂર કરે છે.

તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાના હાલ ઘણા મ્યૂટેન્ટ એક્ટિવ થઈ ગયા છે. યુકે, બ્રાઝિલ, આફ્રિકન સ્ટ્રેન સાથે સંકળાયેલા ઘણા મામલા પહેલા જ ભારતમાં મળી આવ્યા છે. થોડાં સમય પહેલા એ વાત સામે આવી હતી કે, હવે ભારતમાં દેશી વેરિયન્ટ તૈયાર થઈ ગયો છે, જેના સૌથી વધુ કેસ બંગાળમાં સામે આવ્યા છે. એવામાં ICMRની નવી સ્ટડી એક આશા જગાવનારી છે.

જો વેક્સીનની વાત કરીએ તો, દેશમાં અત્યારસુધી કોરોના વેક્સીનના 13 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આટલા ડોઝ મુકવા માટે ભારતે માત્ર 95 દિવસનો સમય લીધો છે, જે કોઈપણ દેશમાં સૌથી ઓછો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે 13 કરોડ ડોઝ લગાવવા માટે સૌથી ઓછો સમય લીધો છે. અમેરિકાએ આટલા જ ડોઝ 101 દિવસમાં લગાવ્યા હતા, જ્યારે ચીનને આ આંકડા સુધી પહોંચવામાં 109 દિવસનો સમય લાગ્યો હતો.

તાજા આંકડાઓ અનુસાર, ભારતમાં અત્યારસુધીમાં 130119310 વેક્સીનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. વીતેલા 24 કલાકમાં ભારતમાં આશરે 30 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કુલ 8 રાજ્યો એવા છે, જ્યાં કુલ આંકડના આશરે 60 ટકા લોકોને વેક્સીન આપવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને કેરળ સામેલ છે.

જણાવી દઈએ કે, ભારતમાં વેક્સીનેશનનું કામ આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન મુકવામાં આવી હતી. 1 માર્ચથી 60 વર્ષ કરતા વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું, જ્યારે 1 એપ્રિલથી 45 વર્ષ કરતા વધુ ઉંમરના દરેક વ્યક્તિને વેક્સીન આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, હવે 1 મેથી ભારતમાં 18 વર્ષ કરતા વધુ ઉંમરની દરેક વ્યક્તિને વેક્સીન મુકવામાં આવશે. દેશમાં હવે સરકારી કેન્દ્રો, પ્રાઈવેટ સેન્ટર્સ ઉપરાંત પ્રાઈવેટ પ્લેયર, ખુલ્લા બજારોમાં પણ વેક્સીન ઉપલબ્ધ થઈ શકશે.

ભારતમાં વીતેલાં છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના આંકડા ખૂબ જ વધુ વધી ગયા છે, એવામાં એક્સપર્ટ્સ વેક્સીનની સ્પીડને ઝડપી બનાવવાની વાત કરી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં જ દેશમાં 2.95 લાખ કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 2 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp