ઉપલેટાના સોમનાથ મંદિરના પરિસરમાં મૃતદેહ મળ્યો, હત્યા થઈ હોવાનું તપાસમાં ખૂલ્યું

PC: Divyabhaskar.co.in

ઉપલેટામાં આવેલા સોમનાથ મંદિરના પટાંગણમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હોવાની ચોક્કસ જાણ થતા પોલીસ ટીમ ઘટને સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ ઓળખ તેમજ મોત થવા પાછળનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે કે, આધેડ માનસિક રીતે અસ્થિર હતા.

આ વ્યક્તિને કોઈ બીજી વ્યક્તિ સાથે બોલાચાલી પણ થઈ હતી. કોઈ અજાણ્યા શખ્સે માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે રવાના કરાયો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ એના પરિવારજનોને સોંપી દેવાયો હતો. ઉપલેટાની મોજ નદીના કિનારે આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં કોઈ આધેડની લાશ પડી હોવાની પોલીસને જાણ થઈ હતી. આ મૃતદેહ ઉપલેટાના બસ સ્ટેન્ડની સામે રહેતા બટુક મેપાભાઈ વિજુંડા (ઉ.વ.65)નો હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે એમના સગા સંબંધી તથા પરિવારજનોને સંપર્ક કરી આ અંગે જાણકારી આપી હતી. કોઈ અજાણ્યા શખ્સ સાથે બોલાચાલી થતા તેણે બોથડ પદાર્થના માથામાં ઘા મારી દીધા હતા. પરિણામે બટુકભાઈનું મોત નીપજ્યું હતું. આ મુદ્દે ઉપલેટા પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત મંદિરની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે પણ પ્રયત્નો શરૂ કર્યા છે. પોસ્ટ મોર્ટમ રીપોર્ટ સામે આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે એવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજી તરફ ઉપલેટામાં ચકચાર મચાવી દેનારી ઘટના આયુષી હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.

ઉપલેટાના યાદવ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા સાબુના વેપારીની દસ વર્ષની દીકરી આયુષી નિમાવતની હત્યાના કેસમાં કાકી વંદના, પિતા ચેતન, કાકા મયુરની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટે એમના ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે રીમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને તપાસ દરમિયાન આ કેસમાં અન્ય વધારાના પુરાવાઓ મળી આવ્યા હતા. બાળકીને અગ્નિ સંસ્કાર અપાયા ત્યાંથી રાખ તેમજ અસ્થિત કબજે કરાયા છે. હજુ પણ વધારે પ્રક્રિયા માટે ડીએનએ ટેસ્ટ પણ કરાવાશે. પરીચીત, સગા-સંબંધીઓના નિવેદન લીઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp