કોર્ટે રેપના આરોપી એક વ્યક્તિને છોડી મૂક્યો, કહ્યું- મહિલા તે દિવસે આરોપીની...

PC: assettype.com

દિલ્હીની એક કોર્ટે એક વ્યક્તિને એ કહી બળાત્કારના આરોપમાંથી મુક્ત કરી દીધો કે, જે દિવસે આરોપીએ જબરદસ્તી શારીરિક સંબંધ બનાવેલા, તે દિવસે ફરિયાદી તેની પત્ની હતી.

વિશેષ સત્ર ન્યાયાધીશ ઉમેદ સિંહ ગ્રેવાલે કહ્યું કે, મહિલાએ વ્યક્તિ પર આરોપ લગાવ્યો કે તેણે 5 જુલાઈ 2016ના રોજ તેની સાથે રેપ કરેલો. પણ તેને બળાત્કારનો મામલો ગણી શકાય નહીં, કારણ કે તે મહિલા તે દિવસે આરોપીની પત્ની હતી.

ફરિયાદી આરોપીની સાથે પંજાબમાં રહેતી હતી. તે દરમિયાન તેને જાણ થઈ કે વ્યક્તિ ચોરીના મામલામાં દોષી જાહેર થઈ ગયો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે. ત્યાર બાદ તે મહિલા કંઇ પણ કહ્યા વિના દિલ્હી આવી ગઈ.

ત્યારબાદ તે આરોપી વ્યક્તિ દિલ્હી આવ્યો અને મહિલાને વિશ્વાસ આપ્યો કે તે સુધરી ગયો છે. ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લીધા બાદ દંપતિએ સાથે રહેવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ આરોપીએ મહિલાના 2 લાખ રૂપિયા ચોરી કરી લીધા. ત્યારે પત્નીએ આરોપી પતિ સાથે રહેવાની ના પાડી દીધી. મહિલાની ફરિયાદ પર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી.

ફરિયાદ દાખલ કરનાર મહિલાએ આરોપ લગાવ્યો કે, આરોપી પતિ તેમ છતાં વારે વારે ઘરે આવતો રહેતો હતો અને જબરદસ્તી શારીરિક સંબંધ બનાવતો રહેતો.

અદાલતે કહ્યું, આરોપીએ જ્યારે ફરિયાદી મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બનાવ્યો તો તે સમયે મહિલા તે આરોપીની પત્ની હતી અને માટે આ બળાત્કારનો કેસ બની શકે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp