2023મા દુનિયાનું 10મુ સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું દિલ્હી એરપોર્ટ, જાણો કોણ ટોપ પર

PC: ndtv.com

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને 2023 માટે દુનિયાના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં Hartsfield-Jackson Atlanta International Airport ટોપ પર છે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) વર્લ્ડ મુજબ, દિલ્હી એરપોર્ટ 10મા નંબર પર છે, જ્યારે દુબઈ અને ડલાસ એરપોર્ટ ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર છે.

એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલે સોમવારે આ લિસ્ટ જાહેર કરતા એમ પણ કહ્યું કે, 2023 માટે વૈશ્વિક કુલ યાત્રીઓનું અનુમાન 8.5 અબજ (850 કરોડ) આસપાસ છે. તેણે કહ્યુંકે, એ મહામારી અગાઉના સ્તરોથી 93.8 ટકા રિકવરીને દેખાડે છે અને કુલ 2022ની તુલનામાં 27.2 ટકા વધુ છે. વિશેષ રૂપે ઇન્ટરનેશનલ ટ્રાફિક રિકવરી ડોમેસ્ટિક ટ્રાફિક નજીક પહોંચી ગઈ, જે ઇન્ડસ્ટ્રી પુનરુત્થાન અને વિસ્તારને પ્રોત્સાહિત કરવામાં આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપે છે.

ટોપ 10 સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં 5 અમેરિકામાં છે. 10માં નંબર પર રહેલા દિલ્હી એરપોર્ટે વર્ષ 2023માં 7.22 કરોડ કરતા વધુ યાત્રીઓને સંભાળ્યા હતા. વર્ષ 2022માં આ એરપોર્ટ નવમા નંબર પર હતું. હાર્ટ્સફિલ્ડ જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોપ પર છે અને તેણે ગયા વર્ષે 10.46 કરોડથી વધુ યાત્રીઓને સંભાળ્યા છે. ત્યારબાદ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જેણે 8.69 કરોડ કરતા વધુ યાત્રીઓને સંભાળ્યા. તો ડલાસ એરપોર્ટે 2023માં 8.17 કરોડથી વધુ યાત્રીઓને સંભાળ્યા હતા.

આ લિસ્ટમાં લંડનનું હિથ્રો એરપોર્ટ ચોથા નંબર છે. ટોક્યોનું હાનેડા એરપોર્ટ પાંચમા નંબર પર, ડેનેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ છઠ્ઠા નંબર પર, ઇસ્તાંબુલ એરપોર્ટ સાતમાં નંબર પર, લોસ એંજિલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ આઠમાં નંબર પર અને શિકાગોનું O'Hare ઇન્ટરનેશનલ એરપોર્ટ નવમા નંબર પર છે. ACIની એક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ટોપ 10 એરપોર્ટ વૈશ્વિક વાહનવ્યવહારના લગભગ 10 ટકા (806 મિલિયન યાત્રી)નું પ્રતિનિધિત્વ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp