શું અચાનક એરબેગ ખુલવાને કારણે 6 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો?
દરેક કારમાં એરબેગ્સ આપવી ફરજિયાત છે, માત્ર ડ્રાઈવર માટે જ નહીં પણ મુસાફરો માટે પણ વાહનોમાં એરબેગ્સ જરૂરી છે. તેનો ઉપયોગ અકસ્માત દરમિયાન ગંભીર ઇજાઓને રોકવા માટે થાય છે. જો કે, જો યોગ્ય માર્ગ સલામતીની સાવચેતી રાખવામાં ન આવે તો તે જોખમી પણ બની શકે છે. મુંબઈ નજીક વાશીમાં એક માર્ગ અકસ્માતમાં 6 વર્ષના છોકરાનું મૃત્યુ એ આવો જ એક કિસ્સો છે જે ઘણા ભારતીયોમાં માર્ગ સલામતીની જાગૃતિના અભાવને દર્શાવે છે. હકીકતમાં આ બાળક હેચબેક કારમાં બેઠો હતો અને કારની સ્પીડ કંઈ વધારે ન હતી. આ અકસ્માતમાં એરબેગ ખુલવાને કારણે બાળકનું મોત થયું હતું.
આ ઘટના 21 ડિસેમ્બરે બની હતી, જ્યારે બાળક જે મારુતિ વેગનઆરમાં મુસાફરી કરી રહ્યો હતો, તે MG એસ્ટર SUV સાથે અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એસ્ટર SUV રોડ ડિવાઈડર સાથે અથડાઈને પાછળના ભાગેથી હેચબેક અથડાઈ હતી. અથડામણને કારણે હેચબેકની અંદરની એરબેગ્સ અચાનક ખુલી ગઈ હતી. બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ જણાવ્યું કે, બાળકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીટ્રોમા શોકના કારણે તેનું મોત થયું છે.
મોટાભાગના લોકો એવું વિચારે છે કે, જ્યારે અકસ્માત દરમિયાન કારની એરબેગ ખુલે છે, ત્યારે તે નરમ, નરમ ગાદલા જેવું હશે, જ્યારે એવું નથી. હકીકતમાં, નિયંત્રિત બ્લાસ્ટ સાથે, આ એરબેગ્સ 320 Km પ્રતિ કલાકની ઝડપે ખુલતા હોય છે. આ ઝડપ આંખની પલક ઝબકાવવાથી પણ ઘણી વધારે ઝડપી હોય છે. એક પુખ્ત વયના લોકો માટે, આ ખુલતા એરબેગની અસરનો સામનો કરવો મુશ્કેલ બની શકતો હોય છે, તેમાં તો કેટલીકવાર ઈજા પણ થાય છે. આવી સ્થિતિમાં એક નાના બાળક માટે તે જીવલેણ બની શકાતું હોય છે, જેમ કે શનિવારે રાત્રે મુંબઈના વાશીમાં થયું હતું.
એરબેગ્સ મુખ્યત્વે નાયલોન અથવા પોલિએસ્ટર જેવી મજબૂત અને લવચીક સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આ સામગ્રીઓ અકસ્માત દરમિયાન ઝડપથી વિસ્તરણ કરીને ડ્રાઇવર અને મુસાફરોને ઇજાઓથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નાયલોન એક કૃત્રિમ ફાઇબર છે જે હલકો, ટકાઉ અને લવચીક છે. આ એરબેગને ઝડપથી ફૂલવા અને ડિફ્લેટ કરવામાં મદદ કરે છે. પોલિએસ્ટર એક સિન્થેટિક ફાઇબર પણ છે જે નાયલોનની જેમ હળવા અને ટકાઉ છે. તે ગરમી અને રસાયણો માટે પ્રતિરોધક હોય છે.
6 વર્ષનો હર્ષ અરેઠિયા તેના પિતાની કારની આગળની સીટ પર બેઠો હતો. ત્યારપછી ઓછી સ્પીડમાં કારને ટક્કર મારવાને કારણે એરબેગ્સ ખુલી ગયા હતા, જેના કારણે અન્ય લોકોને તો કોઈ નુકસાન થયું ન હતુ, પરંતુ હર્ષનું મોત થઇ ગયું. હર્ષને કોઈ બાહ્ય ઈજા થઈ ન હતી અને હોઈ શકે કે અચાનક એરબેગના ખુલવાને કારણે તેને આઘાત લાગ્યો હોય અને મગજમાં ભારે રક્તસ્રાવને કારણે તેનું મૃત્યુ થયું હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp