દિનેશ બાંભણીયાનો ઘટસ્ફોટઃ હાર્દિક પર લગાવ્યા ગંભીર આરોપો

PC: facebook.com/dinesh.bambhania.7

પાટીદાર અનામત આંદોલન સાથે લાંબા સમયથી જોડાયેલા હતા એવા દિનેશ બાંભણીયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે હાર્દિક પર ઘણા આરોપ પણ લગાવ્યા હતા. દિનેશ બાંભણીયાએ અનામતને લઈને કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા જે કાયદાકીય રીતે અનામત આપવાની વાત કરવામાં આવી છે, તે તદ્દન વાહિયાત વાત છે અને ખોટી વાત છે.

ગુજરાતમાં 2016ની ભારતીય જનતા પાર્ટીની સરકારે ઈકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે 46ની કલમમાં ઉલ્લેખ છે, તે મુજબ જ અનામત લાવી હતી અને જેનો અમે વિરોધ કરેલો. કોંગ્રેસ પાર્ટીને પણ અમે કહેલું કે, અમારે આર્થિક અનામતની જોગવાઈ મંજૂર નથી, કારણ કે ભારતના બંધારણમાં આર્થિક અનામતની ક્યાંય જોગવાઈ કરવામાં આવેલી નથી. ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય સામે વિપક્ષ પાર્ટી પાસે અમને ઘણી અપેક્ષા હતી. છેલ્લા એક વર્ષમાં અમે અનામત અંગે કોંગ્રેસને તેમનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટે ઘણીવાર કહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈએ અમને OBCના 27% સિવાય અમને સમાવવા અંગે વાત કરી નથી, તેનો હું વિરોધ કરું છું. 

હાર્દિક અંગે દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે, આજે હાર્દિક પટેલે એટલે કે મારા મિત્રએ આજે રૂપાલ ગામમાં એવું કહ્યું કે, મને કોંગ્રેસ ગમતી નથી, છતા પણ હું શું કરું. હું અત્યાચારના બદલા માટે કોંગ્રેસનો સાથ આપી રહ્યો છું. તું હાર્દિકે મને અને સમાજ સામે ખુલાસો કરવો પડશે કે, અત્યાચારના બદલા સામે અને અન્યાય સામે કોંગ્રેસે કયા સ્વમાનની વાત પાટીદાર સમાજની કરી છે, કે જેનો તમે સાથ સહકાર આપી રહ્યા છો.

પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના થઈ ત્યારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોઈપણ મીટિંગ કે કોઈપણ વાત ભારતીય જનતા પાર્ટી સરકાર સાથે હોય કે કોંગ્રેસ સાથે હોય કે કોઈપણ પાર્ટી સાથે હોય, ત્યારે ખાનગી મુલાકાત કોઈએ કરવી નહીં. તમામ કન્વીનરો સાથે રહીને વાત કરવાની હતી. આજે જે ફોર્મ્યૂલા પસંદ થઈ, જે ફોર્મ્યૂલામાં સહમતિ થઈ એના બીજા દિવસે ગુજરાતના તમામ કન્વીનરોને બોલાવીને સહમતિ લેવાની હતી, એ પણ લેવામાં નથી આવી. સામાજિક સંસ્થા, સામાજિક આગેવાનો સાથે જે મુલાકાત કરવાની હતી, એ પણ કરવામાં નથી આવી.

ગુજરાતમાં કોંગ્રેસનું સમર્થન કરવાના કારણો શું હોઈ શકે છે, રાહુલ ગાંધીને એવી શું જરૂરિયાત પડી કે હાર્દિક પટેલ સાથે ત્રણ વાર અંગત મુલાકાત કરવી પડી. તાજ હોટૅલની અંદર હાર્દિકે પોણી કલાક માટે કઈ વાતની મુલાકાત કરી, તેનો ખુલાસો હાર્દિક પટેલે કરવો જરૂરી છે. રોબર્ટ વાડ્રા સાથે હાર્દિકને દિલ્હીમાં શું કામ મુલાકાત કરવી પડી, તેમની સાથે શું વ્યવહારો કરવા પડ્યાં કે આજે કોંગ્રેસનું સમર્થન કરવું પડે છે. આવી રીતે બંધ બારણે સમજૂતિ કેમ કરવી પડે છે, તે સવાલ મારો છેલ્લા ત્રણ મહિનાથી રહ્યો છે.

હાર્દિકને મારે એ પૂછવું છે કે, ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોને ત્યાં જઈને ત્યાં પંજા પર નિશાન મારવાનું હાર્દિકને કયા કારણોસર કહેવું પડે છે. જો શહીદોના ન્યાયની વાત હોય, તો શહીદના પરિવાર માટે 81 લાખ રૂપિયાનું દાન આવેલું, એ હજુ સુધી શહીદ પરિવારને ત્યાં કેમ નથી પહોંચ્યું? કોર કમિટિની મીટિંગમાં આ બાબતે વારંવાર માથાકૂટ થયેલી છે, છતા પણ હાર્દિક એ બાબતે ખુલાસો નથી કરતો. શું કામ શહીદ પરિવારોને ઘરે પૈસા નથી પહોંચ્યાં? એ બાબતે મારે સ્પષ્ટતા સમાજ સામે કરવી છે. હાર્દિક સિવાય જેટલા પણ કન્વીનરો આ બાબત જાણતા હોય, તેમણે વાત કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp