Dmartના શેરમાં 9 ટકાનો કડાકો, આ છે કારણ, માલિકોને 20 હજાર કરોડનું નુકસાન

PC: zeebiz.com

ડીમાર્ટની પેરેન્ટ કંપની એવન્યુ સુપરમાર્ટ લિમિટેડના શેરના ભાવમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સવારે કંપનીના શેર 9 ટકાથી વધુ તૂટ્યા હતા. ત્યાર પછી BSEમાં એવન્યુ સુપરમાર્ટ લિમિટેડનો શેર 4143.60 રૂપિયાના સ્તર પર આવી ગયો. 2019 પછી કંપનીના શેરમાં આ સૌથી મોટો ઘટાડો છે. અહીં તમને જણાવી દઈએ કે, દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણી આ કંપનીના પ્રમોટર છે.

શેર ઘટવાના કારણે રાધાકિશન દામાણી અને કંપનીના અન્ય પ્રમોટરોને મોટો ફટકો પડ્યો છે. પ્રમોટરોએ આજે રૂ. 20,800 કરોડ ગુમાવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, કંપનીમાં પ્રમોટર્સનો કુલ હિસ્સો 74.65 ટકા છે.

બ્રોકરેજ ફર્મ JP મોર્ગને રેટિંગમાં ફેરફાર કર્યો છે. બ્રોકરેજ ફર્મે રેટિંગ ઓવરવેઈટથી ઘટાડીને ન્યુટ્રલ કર્યું છે. આ સિવાય JP મોર્ગને ડીમાર્ટની ટાર્ગેટ કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. લેટેસ્ટ ટાર્ગેટ ભાવ રૂપિયા 5400થી ઘટાડીને રૂપિયા 4700 કરવામાં આવ્યો છે.

JP મોર્ગને કહ્યું છે કે, બીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા મુજબ નહોતા. ઓનલાઈન વેચાણને કારણે એવન્યુ સુપરમાર્ટ્સના મેટ્રો સ્ટોર્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. તેની અસર કંપનીના ગ્રોસરી સેક્શન પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કારણોસર, JP મોર્ગને નાણાકીય વર્ષ 2025-26 માટે કંપનીની આવક વૃદ્ધિમાં ફેરફાર કર્યો છે.

બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ રેટિંગમાં ઘટાડો કર્યો છે. એવન્યુ સુપરમાર્ટ્સની ટાર્ગેટ કિંમત 3702 રૂપિયા કરવામાં આવી છે. ગોલ્ડમેનસેકે ડીમાર્ટના શેર વેચવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે શેર દીઠ રૂ. 4000નો લક્ષ્યાંક રાખ્યો છે.

એક મીડિયા ચેનલના અહેવાલ મુજબ, બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેઇન DMart શેરના પ્રદર્શન પર તેજી ધરાવે છે. બ્રોકરેજ હાઉસે પ્રતિ શેર 5800 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અન્ય બ્રોકરેજ હાઉસની સરખામણીમાં વધુ અને તદ્દન વિપરીત છે. અહીં તમને જણાવી દઈએ કે, CLSA એ 5360 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજ હાઉસે 'આઉટપર્ફોર્મ' રેટિંગ આપ્યું છે.

સોમવારે ટાટા ગ્રૂપની કંપની ટ્રેન્ટે માર્કેટ કેપના મામલે એવન્યુ સુપરમાર્ટ્સને પાછળ છોડી દીધી છે. ટ્રેન્ટનું માર્કેટ કેપ 3 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે એવન્યુ સુપરમાર્ટ કરતા રૂ. 20,000 કરોડ વધુ છે.

નોંધ: શેર બજારમાં કોઈ પણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા, તમારે તમારા શેર બજાર નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp