તમે ઘરમાં ગીઝર વાપરો છો? ધ્યાન રાખજો 2 સગી બહેનોએ જીવ ગુમાવ્યો

PC: twitter.com

પંજાબના જલંધરમાં આવેલા લડોઇ મકી ગામમાં રહેતી બે સગી બહેનોના એક સાથે મોત થયા. કારણ એવું હતું કે ગીઝરમાંથી ગેસ લીકેજ થવાને કારણે બંને બહેનો ગુંગળામણને કારણે મોતને ભેટી હતી.

બંને બહેનો નાની ઉંમરની હતી 12 વર્ષની પ્રભજોત કૌર જે 7મા ધોરણમાં ભણતી હતી અને 10 વર્ષની શણરજીત કૌર જે 5માં ધોરણમાં ભણતી હતી. બંને બહેના દાદા પાસે રહેતી હતી. માતા દુબઇમાં રહે છે અને પિતા આર્મેનિયમાં બિઝનેસ કરે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ગીઝર વાપરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ગેસ ગીઝર એવી જગ્યાએ રાખો જ્યા ખુલ્લી જગ્યા હોય અને હવાની અવર જવર હોય. ગીઝર જ્યાં રાખ્યું હોય ત્યાં એક્ઝોસ્ટ ફેન હોવો જરૂરી છે અને જ્યારે ગીઝર ચાલુ કરો ત્યારે એક્ઝોસ્ટ ફેન પણ ચાલું કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp