Video: આકાશ મઢવાલે હાર્દિક પંડ્યાને ઇગ્નોર કરીને રોહિતની વાત માની

PC: cricket.one

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 33મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે 18 એપ્રિલે રમાઈ હતી. બંને વચ્ચે ખૂબ રોમાંચક મેચ જોવા મળી. જો કે, મુંબઈ ઈન્ડિયન્સની જીત 9 રનથી થઈ. તો આ મેચનો હવે એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર આકાશ મધવાલે પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યાને ઇગ્નોર કરીને રોહિત શર્મા સાથે ફિલ્ડિંગને લઈને વાતચીત કરી. પંજાબ કિંગ્સને છેલ્લી ઓવરમાં 12 રનની જરૂરિયાત હતી.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી છેલ્લી ઓવર નાખવા ફાસ્ટ બોલર આકાશ મધવાલ આવ્યો હતો. ઓવર શરૂ થવા અગાઉ આકાશ મધવાલ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સાથે ઊભો નજરે પડ્યો. જો કે, તમે એ વીડિયોને ધ્યાનથી જોશો તો આકાશ મધવાલ કેપ્ટન હાર્દિક પંડ્યાને નજરઅંદાજ કરી રહ્યો હતો. તેણે હાર્દિક પંડ્યાને પૂરી રીતે ઇગ્નોર કરી દીધો હતો. ત્યારબાદ રોહિત શર્માની સલાહ લઈ રહ્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આશુતોષ શર્માની 28 બૉલમાં 61 રનની ઇનિંગ પર અનુભવી જસપ્રીત બુમારહ (4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ)ની શાનદાર બોલિંગ ભારે પડી. જેનાથી મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને ખૂબ રોમાંચક મેચમાં 9 રનથી હરાવી. મુંબઈ ઇન્ડિયન્સે સૂર્યકુમાર યાદવની 53 બૉલમાં 78 રનની આક્રમક ઇનિંગની મદદથી 7 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા બાદ પંજાબને 19.1 ઓવરમાં 183 રન પર આઉટ કરી દીધી. આ જીતથી મુંબઈ 7 મેચમાં 3 જીત સાથે સાતમા નંબર પર સરકી ગઈ.

પંજાબની ટીમે 14 રન સુધીમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આશુતોષ અને શશાંક સિંહ (25 બૉલમાં 41 રન)એ વિસ્ફોટક બેટિંગથી ટીમને જીતની કગાર સુધી પહોંચાડી દીધી હતી. આશુતોષે પોતાની ઇનિંગમાં 7 શાનદાર સિક્સ અને 2 ફોર લગવ્યા. તેણે આઠમી વિકેટ માટે હરપ્રીત બરાર (21) સાથે 32 બૉલમાં 57 રનની ભાગીદારી કરી. શંશાંકે પણ 3 મહત્ત્વની ભાગીદારીઓ કરીને પંજાબ માટે મંચ તૈયાર કરી. તેણે પાંચમી વિકેટ માટે હરપ્રીત સિંહ (13) સાથે 28 બૉલમાં 35, જીતેશ શર્મા (9) સાથે છઠ્ઠી વિકેટ માટે 15 બૉલમાં 28 અને આશુતોષ સાથે 17 બૉલમાં 34 રન જોડ્યા. મેન ઓફ ધ મેચ બૂમરાહ સિવાય ગેરાલ્ડ કોએત્ઝીએ પણ 3 વિકેટ લીધી.

આકાશ મધવાલ, હાર્દિક પંડ્યા અને શ્રેયસ ગોપાલને 1-1 સફળતા મળી. મુંબઈ માટે સૂર્યકુમાર પોતાની ઇનિંગમાં 7 ફોર અને 3 સિક્સ લગાવવા સાથે જ પોતાની 250મી IPL મેચ રમી રહેલા રોહિત શર્મા સાથે બીજી વિકેટ માટે 57 બૉલમાં 81 અને તિલક વર્મા સાથે 28 બૉલમાં 49 રનની ભાગીદારી કરી. રોહિતે 25 બૉલની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 સિક્સ લગાવીને 36 રન બનાવ્યા, જ્યારે તિલકે 18 બૉલમાં નોટ આઉટ 34 રનની ઇનિંગમાં 2 ફોર અને એટલા જ સિક્સ લગાવ્યા. પંજાબ માટે હર્ષલ પટેલે 31 આપીને 3 જ્યારે નિયમિત કેપ્ટન શિખર ધવનની ગેરહાજરીમાં ટીમની કેપ્ટન્સી સંભાળી રહેલા સેમ કરને 41 રન આપીને 2 વિકેટ લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp