જે હરિયાણાના DyCM હતા તેમની પાર્ટીના સૂપડા સાફ, આ છે કારણો

PC: facebook.com/dchautala

હરિયાણા વિધાનસભાની ચૂંટણીના શરૂઆતી પરિણામો મુજબ જનનાયક જનતા પાર્ટી (JJP)ને એક પણ સીટ નથી મળી. JJPના સૌથી મોટા નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા ચૂંટણી હારતા નજરે પડી રહ્યા છે. દુષ્યંત ચૌટાલા જિંદ જિલ્લાની ઉચાના કલા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના ભાઈ અને પાર્ટીના મુખ્ય મહાસચિવ દિગ્વિજય ચૌટાલા પણ સિરસા જિલ્લાની ડબવાલી સીટ પરથી ચૂંટણી હારતા નજરે પડી રહ્યા છે.

JJPએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આ વખત સાંસદ ચંદ્રશેખર આઝાદની આસપા (કાશીરામ) સાથે મળીને ચૂંટણી લડી હતી. JJPએ 70 અને આસપા (કાશીરામ)એ 20 સીટો પર ચૂંટણી લડી હતી. JJPએ વર્ષ 2019માં જ્યારે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી તો 10 સીટો પર જીત હાંસલ કરી હતી. નિશ્ચિત રૂપે તે હરિયાણામાં તેના માટે ખૂબ મોટી સફળતા છે. તેની પાછળ દુષ્યંત ચૌટાલાને ખૂબ મોટું કારણ માનવામાં આવ્યા હતા.

વર્ષ 2019ની ચૂંટણી પરિણામો બાદ JJPએ ખટ્ટર સરકારને સમર્થન આપ્યું અને ભાજપ સાથે મળીને સરકાર ચલાવી હતી. એ સરકાર 4.5 વર્ષ સુધી ચાલી અને આ વર્ષે માર્ચમાં ભાજપ અને JJPના રસ્તા અલગ અલગ થઈ ગયા. JJPના પ્રદર્શનને જોઈને એમ કહી શકાય છે કે JJPને ખેડૂતોનો વિરોધ ભારે પડ્યો. JJPના નેતાઓને ખેડૂત આંદોલન દરમિયાન ભાજપ સાથે ઊભા રહેવાના કારણે જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે દુષ્યંત ચૌટાલાના માતા અને ધારાસભ્ય નૈના ચૌટાલા JJPની ટિકિટ પર હિસારથી ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે તેમને ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં પણ JJPનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે અને તે કોઈ સીટ પર જીત હાંસલ કરી શકી નહોતી. તેની હાલત એટલી ખરાબ રહી કે તે એક ટકા વોટ પણ હાંસલ ન કરી શકી. JJP લોકસભાની ચૂંટણીમાં હરિયાણાની 90 વિધાનસભા સીટોમાંથી કોઈ એક સીટ પર પણ લીડ બનાવી ન શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp