પેટ્રોલ પમ્પના હોર્ડિંગ્સ, વેક્સીન સર્ટિ. પર PMની તસવીર, TMCની ECને ફરિયાદ પછી..

PC: google.com

મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમુલ કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી આયોગે 72 કલાકમાં ચૂંટણી પ્રચારના માધ્યમમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રસી લેતો ફોટો તથા વીડિયો દૂર કરવા માટેના આદેશ આપ્યા છે. તૃણમુલ કોંગ્રેસે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, આ તો ભાજપનું સેલ્ફ પ્રમોશન છે. પશ્ચિમ બંગાળના ઘણા પેટ્રોલ પંપ સહિત અનેક જાહેર જગ્યાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસી લઈ રહ્યા છે એવા હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા.

 

જેની સામે તૃણમુલ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ હવે ચૂંટણી પંચે આવા પોસ્ટરને 72 કલાકમાં દૂર કરવા માટે આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલું છે. રસીનો ડોઝ લીધા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પ્રમાણપત્રને લઈને પણ તૃણમુલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. સાંસદ ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની તસવીર સિવાય એમની તરફથી આપવામાં આવેલો એક અંગ્રેજી અને હિન્દીમાં સંદેશ છુપાયેલો છે.

આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવી રહેલી રસીના પ્રમાણપત્રથી વડાપ્રધાન મોદી ન માત્ર પોતાના પદનો ખોટો ઉપયોગ કરે છે પણ કોવિડની રસી તૈયાર કરનારાઓની ક્રેડિટ પણ ચોરી રહ્યા છે. ખુલ્લેઆમ ડૉક્ટર, નર્સિસ અને આરોગ્યકર્મીઓની નિસ્વાર્થ સેવાઓને હાંસિયામાં ધકેલવામાં આવી રહી છે. ગત સોમવારે દિલ્હીની એઈમ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો ડોઝ લીધો હતો. ત્યાર બાદ રાજકીય તકરાર થઈ ગઈ છે. કોરોના વાયરસની મારક રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી દેવાયો હતો.

જેનો વિપક્ષે બરોબર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસને ભાજપનું સેલ્ફ પ્રમોશન ગણાવીને વિરોધ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચને કરવામાં આવેલી ફરિયાદને લઈને સાંસદ ડેરેક ઓ બ્રાયને અગાઉ પણ આ અંગે ટકોર કરી હતી. તૃણમુલ કોંગ્રેસે કહ્યું હતું કે, ભાજપ તરફથી જે સેલ્ફ પ્રમોશન કરવામાં આવી રહ્યું છે એ યોગ્ય નથી. શું આ રીતે જે થાય છે એ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી? આ પહેલા બંગાળમાં મફ્તમાં રસીને લઈને ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ વધી ગઈ હતી.

દિલ્હી સ્થિત એઈમ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના વાયરસની મારક રસીનો ડોઝ લીધો હતો. ત્યાર બાદ રાજકીય બબાલ શરૂ થઈ જતા મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને એવી સ્પષ્ટતા કરી હતી કે, ચૂંટણીની તારીખનું એલાન થઈ ચૂક્યું છે. વડાપ્રધાન મોદીનો ફોટો કોરોનાની રસીના પ્રમાણપત્રમાં અંકિત કરાયો છે. આ મુદ્દાને તૃણમુલ કોંગ્રેસ ચૂંટણીપંચ સમક્ષ કડક વલણ દાખવીને રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp