175 કરોડ ગયા પાણીમાં

PC: dnaindia.com

મુંબઈની જનતા દ્વારા મુંબઈમાં વારંવાર પડતા ખાડાઓના કારણે ઘણા આંદોલનો કરવામાં આવ્યા છે. ઘણા આંદોલનો પછી પણ મુંબઈના રસ્તાઓ પર હજારો ખાડાઓ જોવા મળે છે. આ ખાડાઓને ભરવા માટે જર્મનીની કોલ્ડમિક્સ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ ખાડાઓ ભરવામાં જર્મન ટેક્નોલોજી નિષ્ફળ સાબિત થઈ રહી છે. કોલ્ડમિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા તથા ત્યાંથી આયાત કરવા માટે મુંબઈ મહાનગર પાલિકાએ 125 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

ચાલુ વર્ષે મુંબઈ મનપાએ ખાડાઓને જોતા 2.5 હજાર ટન કોલ્ડમિક્સ મિશ્રણ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે જર્મનીથી સામાનની આયાત કરવામાં આવી છે અને મુંબઈના વરલીમાં આ મિશ્રણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે મનપાને કિલો દીઠ 142 રૂપિયાની બચત થઈ રહી છે. મુંબઈ મનપાના હિસાબે તેને એક ખાડો ભરવા માટે 28 રૂપિયાનો ખર્ચ થાય છે. અત્યાર સુધી મનપાએ આ ટેક્નોલીજી પાછળ 175 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો છે. જો કે હકીકત એ છે કે 175 કરોડનો ખર્ચ કર્યા પછી પણ મુંબઈના ખાડા ભરાતા નથી. ખાડા ભર્યા પછી થોડો વરસાદ થાય તો પાછા ખાડા હતા તેવાં જ થઈ જાય છે.

આ બાબતે MNSના નેતા સંતોષ ધુરીનું કહેવું છે કે તંત્ર દ્વારા ખાડાઓ ભરવા માટે જે ટેક્નોલોજી લાવવામાં આવી છે, તે ટેક્નોલોજીનો સંપૂર્ણ અભ્યાસ કરવો જરૂરી છે. વિદેશની ભૌગોલિક સ્થિતિ મુંબઈની ભૌગોલિક સ્થિતિ સાથે મેળ ખાય છે જે નહિ તે જોવું જોઈએ. આ ટેક્નોલોજી લાવ્યા પાછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે મહત્ત્વનું હોય છે. જર્મનીની કોલ્ડમિક્સ ટેક્નોલોજીમાં ખાડાઓ ભરવા માટે કોલ્ડમિક્સ મિશ્રણનો ઉપયોગ કેમ કરવો તે અગત્યની વાત છે. તે મિશ્રણને ગમે તેમ ખાડામાં ભરવું ન જોઈએ. પહેલા ખાડાને ચોરસ કરવાનો હોય છે અને પછી કોલ્ડમિક્સ મિશ્રણને બરાબર ખાડામાં ભરીને તેના પરથી મિશ્રણ સુકાઈ ન જાય ત્યાં સુધી તેનું ધ્યાન રાખવાનું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp