ભાજપના પૂર્વ ધારાસભ્યની પત્નીને 4 વર્ષની જેલની સજા, જાણો શું છે આખો મામલો

PC: khabarchhe.com

ઝારખંડમાં ચાઈબાસા વિધાનસભા સીટ પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય પુતકર હેમ્બ્રમની પત્ની મલાયા હેમ્બ્રમને નકલી નોટ ચલાવવાનો દોષી ઠેરવતા પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાની એક કોર્ટે 4 વર્ષની સજા સંભળાવી. સાથે જ કોર્ટે તેના પર 5 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ચાઈબાસાના દ્વિતીય અપર જિલ્લા સત્ર ન્યાયાધીશ સૂર્યભૂષણ ઓઝાની કોર્ટે બુધવારે મલાયા હેમ્બ્રમને જેલ મોકલી દીધી.

પૂર્વ ધારાસભ્ય પુતકર હેમ્બ્રમની બીજી પત્ની મલાયા હેમ્બ્રમ વિરુદ્ધ 11 સપ્ટેમ્બર 2020ના રોજ મતકમહાતુ ગામના રહેવાસી જયંતી હેમ્બ્રમે મુફ્ફસિલ પોલીસ સ્ટેશનમાં 2 હજારની નકલી નોટ ચલાવવાનો કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે મલાયા હેમ્બ્રમે જયંતી હેમ્બ્રમની દુકાનથી 1600 રૂપિયાનો સામાન ખરીદ્યો અને તેને 2 હજાર રૂપિયાની નોટ આપી. જયંતી હેમ્બ્રમ જ્યારે બેંકમાં જમા કરાવવા ગઈ તો ATMએ નોટ ન સ્વીકારી.

ફરિયાદ મુજબ, જયંતી હેમ્બ્રમે પાછા જઈને તે નોટ ગામના લોકોને દેખાડી તો ખબર પડી કે નોટ નકલી છે. ત્યારબાદ જ્યારે જયંતીએ નકલી નોટ આપવાને લઈને મલાયા હેમ્બ્રમને ફરિયાદ કરી આવી તો મલાયા હેમ્બ્રમે ચપ્પુથી હુમલો કરી દીધો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ઘટના દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસની પેટ્રોલિંગ ટીમે ઘટનાસ્થળ પર જ નકલી નોટ સાથે પકડી લીધી. પોલીસની તપાસમાં મલાયા હેમ્બ્રમે જણાવ્યું કે તે 2 હજારની નકલી નોટ દિલ્હીથી 500 રૂપિયામાં લાવીને અહીં ચલાવે છે.

આખા દેશમાં નકલી નોટ આ સમયે સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુઃખાવો બની ચૂકી છે. પ્રયાગરાજમાં પણ ગુરુવારે 3.40 લાખ રૂપિયાની નકલી નોટો સાથે 2 તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી. એ અગાઉ પણ આ લોકો ઘણી વખત ભારત અને બાંગ્લાદેશની બોર્ડર માલદાથી નકલી નોટ લાવીને બજારમાં ખપાવી ચૂક્યા છે. આ લોકોએ હાલમાં જ 28 જુલાઇના રોજ 2000ની નકલી નોટ માલદાથી લાવીને બજારમાં ખપાવી દીધી હતી.

STFના અધિકારીઓના જણાવ્યા મુજબ તસ્કરોએ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે નકલી નોટ 40 ટકા અસલી રૂપિયા આપીને તેઓ બંગાળથી નકલી નોટ લાવે છે. એ લોકોએ જણાવ્યું કે 3.40 લાખ નકલી નોટ માટે એ લોકોએ 1.36 હજાર રૂપિયાની અસલી નોટ માલદામાં તસ્કર સુભાષ મંડલ અને વિશ્વજીત સરકારને આપ્યા હતા. ગુરુવારે 3.40 લાખ રૂપિયાની નકલી નોટ સાથે પકડાઈ ગયા. મદનલાલ અને બબલૂ ચૌરસિયા આ અગાઉ પણ ઘણી વખત નકલી નોટોનો પુરવઠો લાવી ચૂક્યા છે. હાલમાં જ 3.40 લાખ રૂપિયાની નકલી નોટ 28 જુલાઇના રોજ પણ માલદાથી લઈને આવ્યા હતા, જેમાં મોટા ભાગની 2000ની નોટ છે, જે પૂરી રીતે બજારમાં ફેલાઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp