હરિયાણાના ક્રિકેટરે રિષભ પંતને લગાવ્યો 1.5 કરોડનો ચૂનો, જાણો શું છે મામલો

PC: mid-day.com

ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સાથે હરિયાણાના એક ક્રિકેટરે 1.63 કરોડની છેતરપિંડી કરી છે. રિષભ પંત સાથે આ છેતરપિંડી મૃણાંક સિંહે કરી છે, જેણે રિષભ પંતને સારી કિંમત પર મોંઘી ઘડિયાળ અપાવવાની રજૂઆત કરી હતી. એ સિવાય મૃણાંક સિંહે રિષભ પંત પાસે ઘરેણાં સહિત શાનદાર વસ્તુઓ પણ લીધી જે પાછી ન આપી. મૃણાંક સિંહ હાલમાં મુંબઈ સ્થિત આર્થર રૉડ જેલમાં બંધ છે, એક બિઝનેસમેન સાથે પણ છેતરપિંડી કરવાના આરોપમાં જુહુ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા રિષભ પંતના વકીલ એકલવ્ય દ્વિવેદીએ આખી ઘટનાને લઈને જાણકારી શેર કરી છે. એકલવ્ય દ્વિવેદીએ જણાવ્યું કે, તે મૂળ રૂપે પરક્રામ્ય લેખિત અધિનિયમ હેઠળ એક કેસ છે જ્યાં આરોપી મૃણાંક સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલો ચેક અપર્યાપ્ત રકમના કારણે બાઉન્સ થઈ ગયો છે. મૃણાંક સિંહે રિષભ પંતને જણાવ્યું હતું કે, તેણે લક્ઝરી ઘડિયાળ, બેગ, આભૂષણ ખરીદવા અને વેચવાનો વ્યવસાય શરૂ કર્યો છે. તેણે રિષભ પંતને ખોટા વાયદા કર્યા કે, તે તેના માટે ખૂબ સસ્તી કિંમતે લક્ઝરી ઘડિયાળો અને અન્ય સામાન ખરીદી શકે છે.

તેમને આગળ જણાવ્યું કે, ત્યારબાદ રિષભ પંતે મૃણાંક સિંહને એક મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી. સાથે જ તેણે કેટલીક કિંમતી સામાન પણ મૃણાંક સિંહને આપ્યો, જેથી તે એ સામાનોને ફરીથી વેચીને રિષભ પંતને ભારે નફો આપવામાં સક્ષમ હશે. ત્યારબાદ જ્યારે આ બાબત આગળ વધી તો અમે તેને કાયદાકીય નોટિસ મોકલી. જ્યારે અમે આ ચેકને બેંક અધિકારીઓ સામે રજૂ કર્યો તો અમને એક કહેતા રિટર્ન મેમો મળ્યો કે, અપર્યાપ્ત રકમના કારણે ચેક બાઉન્સ થઈ ગયો છે.

દ્વિવેદીએ કહ્યું કે, વ્યાજને મળાવવા પર આ રકમ વધીને 1.8 કરોડથી 1.9 કરોડ રૂપિયા થઈ ચૂક્યા છે કેમ કે, ફેબ્રુઆરી 2021મા ચેક બાઉન્સ થઈ ગયો હતો. તે મેજિસ્ટ્રેટ સમક્ષ કેસની ગત સુનાવણીમાં ઉપસ્થિત નહોતો એટલે મેજીસ્ટ્રેટે ત્યાંના SHOને નિર્દેશ આપ્યા છે કે, તેઓ 19 જુલાઇના રોજ આરોપીને વર્ચુઅલી ઉપસ્થિત કરે. તે એ દિવસે ઉપસ્થિત રહેશે અને તેનું નિવેદન નોંધવામાં આવશે. અમે મધ્યસ્થ વળતર માટે કલમ 143 (A) હેઠળ અરજી પણ દાખલ કરી છે. તેના પર પણ વિચાર કરવામાં આવશે અને દલીલો સાંભળવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp