શું દેશમાં રેસ્ટોરાં-હોટલ 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે? જાણો શું છે હકીકત

PC: zeenews.com

કોરોના વાયરસની મહામારી અને તેનાથી બચવાના ઉપાય રૂપે પૂરા દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. તેની વચ્ચે અફવાઓ અને ખોટી ખબરોનું બજાર ગરમાયું છે. સોશિયલ મીડિયા પર એવી એવી ખબરો વાયરલ થઈ રહી છે, જેનું હકીકતથી કોઈ લેવા-દેવા જ નથી. હાલમાં જ એક અફવા ચાલી હતી કે વોટ્સએપ ગ્રુપમાં જો કોરોના વાયરસના કોઈ જોક્સ ફોરવર્ડ કરવામાં આવશે તો તે ગ્રુપના એડમિન અને મેમ્બર્સ પર કાર્યવાહી કરવામાં આવશે. માટે ગ્રુપના એડમિનને સલાહ છે કે ગ્રુપને 2 દિવસ સુધી બંધ કરી દેવામાં આવે. આ રીતનો મેસેજ ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ સાચો પણ માની લીધો હતો. બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે આ ફેક ન્યૂઝ છે.

જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5700થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 150થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં હાલામાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. લોકડાઉનને આગળ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનને આગળ વધારવાના સંકેત પણ આપ્યા હતા. દેશમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે રેસ્ટોરાં-હોટલો હાલમાં બંધ છે. જેને કારણે તેને સંચાલિત કરનારા લોકોમાં એ ચિંતા છે કે કોરોના વાયરસ પછી પણ સ્થિતિને સામાન્ય થતાં વાર લાગશે અને તેમના બિઝનેસ પર અસર થશે.

એવામાં હવે એવી ખબર ચાલી રહી છે કે, પર્યટન મંત્રાલયે રેસ્ટોરાં અને હોટલોને 15 ઓક્ટોબર સુધી બંધ કરવાનું કહ્યું છે. આ રીતના સમાચાર હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વાત ખોટી છે. પ્રસાર ભારતી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ ખબર સંપૂર્ણ રીતે ખોટી છે અને તેમાં જરા પણ સાચાપણું નથી. હોટલોને બંધ કરવાનું જરૂર કહેવામાં આવ્યું છે અને માત્ર એ મહેમાનો માટે કેટરિંગ ચાલુ રહેશે જેઓ લોકડાઉનને કારણે ફંસાયેલા છે. દેશભરમાં રેસ્ટોરાંની સુવિધા પણ બંધ કરવામાં આવી છે. તેની વચ્ચે ફૂડ ડિલીવરી ચાલુ રહેશે કારણ કે, તે જરૂરી સેવામાં આવે છે અને તેને લોકડાઉનની વચ્ચે ચાલુ રહેવાની પરવાનગી મળી છે.

ભારતમાં કોરોનાને લીધે થયેલી મોતના આંકડા અંગે મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં પાછલા 24 કલાકમાં વધુ 17 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધારે 72 લોકોના મોત થયા છે. ત્યારબાદ ગુજરાતમાં 16 લોકોના, મધ્ય પ્રદેશમાં 13 અને દિલ્હીમાં 9 લોકોના મોત થયા છે. પંજાબ તથા તમિલનાડુમાં 8-8 લોકોના મોત થયા છે, જ્યારે તેલંગણામાં 7 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp