કરીના કપૂર ખાને રિજેક્ટ કરેલી ફિલ્મોએ ચમકાવ્યું આ એક્ટ્રેસીસનું નસીબ

PC: thehindu.com

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ સેટર એક્ટ્રેસ માનવામાં આવે છે. કરીના કપૂર ખાને પોતાના કરિયરમાં ઘણા એવા નિર્ણય લીધા છે જે તેને બીજાઓથી અલગ બનાવે છે. એક્ટ્રેસ હવે બે સંતાનોની માતા બની ગઈ છે પરંતુ ત્યારબાદ પણ કરિયર અને કામને લઈને તેનો અપ્રોચ હંમેશાં પોઝિટિવ જ રહે છે. કરીના કપૂરે તૈમુરના જન્મના સમયે પણ સંપૂર્ણ ડેડિકેશન સાથે કામ કર્યું હતું અને જેહના જન્મ દરમિયાન પણ તેણે 'લાલ સિંહ ચડ્ડા'નું શૂટિંગ કર્યું હતું. કરીના કપૂર ખાન પોતાના વર્ક કમિટમેન્ટ્સથી ક્યારેય પાછળ નથી હટતી.

ઇતિહાસ સાક્ષી છે કે, એક્ટ્રેસ ફિલ્મોમાં પોતાના રોલ્સને લઈને પણ ઘણી પસંદગી કરે છે. આ કારણે તેને નુકસાન કેટલું થયું તેનું સ્પષ્ટ આંકલન કરી શકાય નહીં પરંતુ, તેણે છોડેલા રોલ્સથી બીજી એક્ટ્રેસીસને કેટલો ફાયદો થયો એ જગજાહેર છે. અમે આ આર્ટિકલમાં એ એક્ટ્રેસીસ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે કરીનાએ રિજેક્ટ કરેલી ફિલ્મો કરી અને સક્સેસફૂલ થઈ. ચાલો તો જોઈએ એ ફિલ્મો કઈ કઈ છે જેમાં કરીના કપૂરે ફિલ્મ કરવાની ના પાડી અને બીજી એક્ટ્રેસને તેનો ફાયદો થયો.

ચેન્નાઈ એક્સપ્રેસ, દિપીકા પાદુકોણ:

કેટલાક રિપોર્ટ્સમાં આવી સામે આવ્યું હતું કે રોહિત શેટ્ટીએ 'ચેન્નાઈ એક્સપ્રેસ' માટે પહેલા કરીના કપૂરને કાસ્ટ કરી હતી પરંતુ, ડેટના ઈશ્યૂના કારણે કરીનાએ ના પાડી દીધી હતી પરંતુ રોહિત શેટ્ટીએ આ વાત નકારી હતી કે તેને ખબર છે તેણે કરીનાને કઈ રીતે ફિલ્મોમાં કાસ્ટ કરવાની છે.

ફેશન, પ્રિયંકા ચોપડા:

કરીના કપૂરને પહેલા 'ફેશન' ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી પરંતુ, તેણે આ ફિલ્મનો હિસ્સો બનવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ રોલ પ્રિયંકા ચોપડા પાસે ગયો અને તે પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ ફિલ્મ બાદ પ્રિયંકા ચોપડાના કરિયરની ગાડીએ ઊંચી ઉડાણ ભરવાની શરૂઆત કરી દીધી. કરીના પાસે ત્યારબાદ 'હિરોઈન' ફિલ્મમાં કામ કરવાની ઓફર આવી પરંતુ, ફિલ્મનો જાદુ ચાલ્યો નહીં.

કહો ના પ્યાર હૈ, અમીષા પટેલ:

‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં કરીના કપૂરને સોનિયાનો રોલ મળ્યો હતો. એમ માનવામાં આવે છે કે કરીનાએ થોડાં દિવસ ફિલ્મના શૂટિંગની પણ શરૂઆત કરી દીધી હતી પરંતુ, ત્યારબાદ તેણે આ ફિલ્મ સાથે ન જોડાવું યોગ્ય સમજ્યું અને તે 'રેફ્યૂજી' ફિલ્મનો હિસ્સો બની ગઈ. તો આ ફિલ્મ માટે ન્યૂ કમર અમીષા પટેલને લેવામાં આવી જે આ ફિલ્મમાં કામ કરીને રાતોરાત ફેમસ થઈ ગઈ. જોકે તે આ ફેમને આગળ યથાવત ન રાખી શકી.

હમ દિલ દે ચૂકે સનમ, ઐશ્વર્યા રાય:

ઘણા બધા રિપોર્ટમાં એ સામે આવ્યું હતું કે, ડિરેક્ટર સંજય લીલા ભણસાલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં પહેલા કરીના કપૂરને લેવાના હતા પરંતુ, વાત બની ના શકી અને આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયને લેવામાં આવી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે તેના રોમાન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

કલ હો ના હો, પ્રીતિ ઝિન્ટા:

ફિલ્મ ‘કલ હો ના હો’માં પહેલા કરણ જોહર કરીના કપૂરને કાસ્ટ કરવા માગતો હતો પરંતુ, અહીં પણ વાત બની ન શકી. અલગ અલગ રિપોર્ટ્સમાં અલગ અલગ કારણો સામે આવ્યા હતા. એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે કરીના ફિલ્મમાં પોતાની ફીસને લઈને ખુશ નહોતી. તો બીજા એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે કરીના ઇચ્છતી હતી કે ફિલ્મનું ડિરેક્શન કરન જોહર જ કરે ન કે નિખિલ અડવાણી પરંતુ વાત બની ન શકી અને ફિલ્મમાં પ્રીતિ ઝિંટાને લેવામાં આવી. મૂવી પણ હિટ થઈ અને પ્રીતિ ઝિંટાની ભૂમિકા તો લોકોના દિલમાં વસી ગઈ.

ક્વીન, કંગના રણૌત:

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત તો ફિલ્મોમાં 'ફેશન' મુવીથી જ છવાઈ ગઈ હતી પરંતુ, ત્યારબાદ પણ એક્ટ્રેસ એક મોટી હિટ મુવીની રાહ જોતી હતી. જે તેને મળી ફિલ્મ 'ક્વીન'થી. એ ત્યારે જ શક્ય બની શક્યું જ્યારે કરીના કપૂરે આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી. પહેલા 'ક્વીન'ની ઓફર કરીના કપૂરને મળી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ આ વાતને કબૂલી હતી કે આ દરમિયાન તેણે 6 ફિલ્મો માટે ના પાડી હતી તેમાંથી એક 'ક્વીન' પણ હતી.         

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp