ગુજરાત CM રુપાણી અને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIRનો આદેશ

PC: jansatta.com

બિહારની એક અદાલત દ્વારા મંગળવારે ગુજરાતમાંથી બિહારના લોકોને ભગાડવા મામલેની એક અરજી પર સુનાવણી હાથ ધરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સ્થાનિક પોલીસને FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

આ દરમિયાન ફરિયાદકર્તાના વકીલ સૂરજકુમારે કોર્ટમાં બન્ને નેતાઓ પર FIR દાખલ કરવાની માગ કરી હતી. જેના કારણે કોર્ટે તેમનો આદેશ માન્ય રાખીને FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હવે FIR દાખલ થતાં પોલીસ આરોપોની તપાસ કરીને કોર્ટમાં રિપોર્ટ દાખલ કરશે.

આ મામલે 11 ઓક્ટોબરના અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભિખનપુરા નિવાસી તમન્ના હાશ્મીએ રુપાણી અને ઠાકોર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ઓક્ટોબર 2018ના રોજ મેં ટીવીમાં સમાચાર જોયા હતા. આ દરમિયાન મને જાણ થઈ કે, ગુજરાતમાં બિહારીઓને બળજબરીથી પલાયન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં બિહારીઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસમાં તમન્ના હાશ્મીએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી રુપાણીની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે જેનાથી બિહારીઓનું અપમાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે ગુજરાતમાં એક બાળકી સાથે દુષ્કર્મ બાદ બિહારના લોકો પર ઠેરઠેર હુમલો કરવામાં આવ્યો હતો. બિહારના લોકોને ગુજરાત છોડવા માટે અલ્ટિમેટમ આપવા આવી રહ્યા હતા. આ દરમિયાન અલ્પેશ ઠાકોરના સંગઠન સાથે સંકળાયેલા લોકોએ પરપ્રાંતિયો પર હુમલા કર્યા હતા. જો કે અલ્પેશ ઠાકોરે એ સમયે તમામ આરોપોનું ખંડન કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp