કચ્છમાં પહેલી વખત નવરંગ જોવા મળ્યું

PC: Naturenama.com

ભપકાદાર નવ રંગ ધરાવતું મહા મુશ્કેલીએ કચ્છનાં થાન અને માંડવીની રખાલોમાં જોવા મળતું સુમધુર સિટીઓના અવાજથી જંગલોને ગજાવતું પક્ષી નવરંગ (INDIAN PITTA) ભુજની નજીકના 10 કી.મી.નાં વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળ્યું છે.

ભુજના નિશાંત ગોર અને ભીષ્મ ભટ્ટીએ બે દિવસ સુધી આ પક્ષને શોધવા માટે રખડપટ્ટી કરી પછી જ આ ફોટો લઈ શક્યા છે. ઉનાળા દરમ્યાન ઉત્તર ભારતમાં અને શિયાળા દરમ્યાન દક્ષિણ ભારતમાં જોવા મળતું હોય છે. કચ્છ અને ગુજરાતમાં ઉનાળા દરમ્યાન પોતાના પ્રેમી સાથે જોડી બનાવીને માળો બાંધી નવી પેઢી એટલે કે તેના સંતાનોને જન્મ આપવા ગુજરાત આવે છે. આ ઘટનાને આપણે "સુવાવડ કરવા આપણા ઘરે આવતી આપણી દીકરી" સાથે સરખાવી શકીએ. આ પક્ષી સ્વભાવે ખૂબ શરમાળ અને એકાંતપ્રિય હોય છે. તેમજ માણસોની હાજરી તેને પસંદ નથી હોતી. આ સમય અહીં વિતાવ્યા બાદ તે દક્ષિણ ભારત બાજુ પરત ફરતું હોય છે. આ વિશેષતાઓને કારણે આ પક્ષીને કોઈ પરેશાન ન કરે તે બાબતની દરેક પક્ષીપ્રેમી કાળજી રાખે તે ઇચ્છનીય છે. તેવી અપીલ પણ નિશાંતે કરી છે.

ઉપરોક્ત પક્ષીના અવલોકનો વિષે સિનિયર પક્ષીવિદ્દો શ્રી શાંતિલાલભાઈ વરુ અને શ્રી સુબોધભાઈ હાથીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભુજથી નજીક 10 કી.મી. જેટલા વિસ્તારમાં કે ભુજ તાલુકામાં આ નવરંગ પક્ષી જોવા મળ્યું હોય કે તેનો કોઈ ફોટોગ્રાફીક રેકોર્ડ ઉપલબ્ધ હોય તેવું જાણમાં આવેલ નથી. જેથી આ નોંધ ભુજના નજીકના વિસ્તારની પ્રથમ નોંધ હોવાનું કહી શકાય. તેમ ગોરે જણાવ્યું હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp