3.75 લાખ પોલિસીધારક જાણતા નથી કે LIC પાસે 880 કરોડ પડ્યા છે, દાવો કેમ નથી કરતા?
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) કહે છે કે તેની પાસે વર્ષ 2023-24માં 880.93 કરોડ રૂપિયાની અનક્લેઈમ મેચ્યોરિટી રકમ એમ જ પડી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે, વર્ષ 2024માં 3,72,282 પોલિસીધારકોએ પાકતી મુદત પૂરી થઇ હોવા છતાં પણ તેમના પૈસા લીધા ન હતા. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે, દાવો ન કરાયેલ રકમ વિશે જાણવા માટે શું કરવાની જરૂર છે?
કયા દસ્તાવેજો જરૂરી છે? : LIC પોલિસી નંબર, પોલિસીધારકનું નામ, જન્મ તારીખ અને પાન કાર્ડ.
LICની વેબસાઇટ પર કેવી રીતે શોધશો? : જો કોઈપણ LIC પોલિસીધારક અથવા લાભાર્થી જાણવા માંગે છે કે, તેની LIC પોલિસી હેઠળ કોઈપણ રકમ દાવો કાર્ય વગરની છે કે કેમ, તો તે આ માહિતી દાખલ કરીને શોધી શકે છે: સ્ટેપ વન-LICની વેબસાઇટ પર જાઓ, https://licindia.in /home, સ્ટેપ ટૂ-કસ્ટમર સર્વિસ પર ક્લિક કરો અને 'પોલીસી ધારકોની અનક્લેઈમ રકમ' પસંદ કરો. સ્ટેપ થ્રી-પોલિસી નંબર, નામ (ફરજિયાત), જન્મ તારીખ (ફરજિયાત) અને PAN કાર્ડની માહિતી દાખલ કરો સ્ટેપ ફોર-માહિતી મેળવવા માટે 'સબમિટ' પર ક્લિક કરો.
શું પગલાં લેવામાં આવ્યા છે? : LICએ દાવો ન કરેલા અને બાકી રહેલ દાવાઓને ઘટાડવા માટે ઘણા પગલાં લીધાં છે. તેમાં, પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયામાં જાહેરાતો સિવાય, પોલિસીધારકોને તેમના લેણાંનો દાવો કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે રેડિયો જિંગલ્સનો સમાવેશ થાય છે. મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, દાવાઓના નિકાલની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. દાવો પૂર્ણ કરવા માટે માત્ર માન્ય NEFT જરૂરી છે.
રકમનું શું થાય છે? : જો કોઈ દાવેદાર 10 વર્ષથી વધુ સમય માટે કોઈપણ રકમ માટે ન આવે, તો સમગ્ર રકમ વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળમાં જાય છે. નિયમો અનુસાર આ પૈસાનો ઉપયોગ વૃદ્ધોના કલ્યાણ માટે થાય છે.
કેસ કેમ વધી રહ્યા છે? : IRDAIના 15 ફેબ્રુઆરી, 2024ના પરિપત્ર મુજબ, 'વીમા કંપનીઓ સાથેની વાતચીતના આધારે, એવું સમજાયું છે કે, દાવા વગરની રકમમાં વધારો થવાનું એક કારણ એ છે કે, એવા ઘણા કિસ્સાઓ છે, જ્યાં ગ્રાહકોને શોધી શકાય છે. પરંતુ ઘણા કારણોસર વીમા કંપનીઓ દાવાની ચૂકવણી કરવામાં સક્ષમ નથી હોતી .
કારણ શું છે? : વીમા પૉલિસી હેઠળ મુકદ્દમાને કારણે-વિરોધાભાસી દાવાઓને કારણે-કોઈપણ સરકારી એજન્સી દ્વારા વીમા પૉલિસીને ફ્રીઝ/બ્લૉક કરવાને કારણે-ગ્રાહકોએ પેન્શન અને વીમા ઉત્પાદનો પર દાવો કર્યો નથી-ગ્રાહકો દેશની બહાર છે અને તેથી તેમાં વિલંબ થઇ રહ્યો છે.
IRDAI ના પરિપત્રમાં શું છે? : IRDAIના પરિપત્ર મુજબ, દરેક વીમા કંપનીએ તેની વેબસાઇટ પર રૂ. 1000કે તેથી વધુની કોઈપણ દાવો ન કરેલી રકમ વિશેની માહિતી દર્શાવવી આવશ્યક છે. આ માહિતી 10 વર્ષ પૂર્ણ થયા પછી પણ બતાવવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp