શુક્રવારથી દેશના સૌથી મોટા પર્વનો પ્રારંભ, પહેલાં તબક્કાની ચૂંટણીનું મતદાન

PC: livemint.com

દેશમાં 17મી લોકસભાનો કાર્યકાળ જુલાઇ 2024માં પુરો થવાનો છે અને હવે 18મી લોંકસભા માટે ચૂંટણી પંચે ભારતમા 7 તબક્કામાં ચૂંટણીની તારીખ જાહેર કરેલી છે. હવે તમને યાદ અપાવી દઇએ કે પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થઇ રહ્યું છે. મતલબ કે દેશના મહાપર્વ ગણાતા લોકસભા ચૂંટણીનું મતદાન શુક્રવારથી શરૂ થઇ રહ્યું છે.

પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થઇ રહ્યું છે અને 21 રાજ્યોની 102 સીટ પર મતદાન થશે, જેમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 21 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મણીપુર, બિહાર, મેઘાલય, જમ્મુ-કાશ્મીર, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, પુડેચેરી, સિક્કીમ, આસામ, છત્તીસગઢ, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. મતદારોને અપીલ છે કે તમારા મતાધિકારનો ઉપયોગ કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp