ગાંધીનગર બેઠક: દિગ્ગજ અમિત શાહ સામે ઉતરેલા સોનલ પટેલ કોણ છે?

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ભાજપે દિગ્ગજ નેતા અમિત શાહને ફરીથી રિપીટ કર્યા છે અને તેમની સામે કોંગ્રેસે મહિલા ઉમેદવાર સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. અમિત શાહે લોકસભા 2024 માટે 19 એપ્રિલે ફોર્મ ભર્યું છે. અમિત શાહ 2019માં જંગી લીડથી જીતેલા છે અને ગાંધીનગર તેમનું ગૃહ વિસ્તાર છે ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે અમિત શાહની સામે ઉભેલા મહિલા ઉમેદવાર કોણ છે?

2019 લોકસભામાં અમિત શાહની સામે કોંગ્રેસના સી. જે. ચાવડા હતા. સી. જે. ચાવડા તાજેતરમાં ભાજપમાં જોડાઇ ગયા છે. કોંગ્રેસે જે સોનલ પટેલને ટિકીટ આપી છે તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે છે અને એ પહેલાં જનતા દળમાં સક્રીય હતા. તેઓ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને તેમના પતિ અને દીકરો પણ આર્કિટેક્ટ છે. સોનલ પટેલ અમદવાદના છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને NCPના ગઠબંધનમાં સોનલ પટેલનો મહત્ત્વનો ફાળો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp