આનંદીબેન પટેલે VIP કલ્ચર સમાપ્ત કરવા લીધો મોટો નિર્ણય, લોકો કરી રહ્યા છે વખાણ

PC: hansindia

દેશમાં VIP કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. આનંદીબેન પટેલે રાજ્યપાલની તેમની સુરક્ષામાં તૈનાત 50 સુરક્ષાકર્મીઓને ઓછા કરવાનો નિર્ણય લીધો છે.

આનંદીબેન પટેલે તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે કહ્યું છે. તેમનું કહેવું છે કે, આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય જનતાની સેવા કરવી જોઇએ.

રાજ્યપાલ આનંદીબેન પટેલના આ નિર્ણયના ચારે તરફ વખાણ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહેનારા આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ જુલાઈ મહિનામાં જ તેમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 1998થી ગુજરાતના ધારાસભ્ય હતા. 1987મા તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા અને ગુજરાત સરકારમાં તેઓ માર્ગ પરિવહન, રેવન્યૂ, શહેરી વિકાસ, શિક્ષણમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp