સરકારી ટેલિફોન સૂચિકા મજાકનું કેન્દ્ર બની ચૂકી છે...

PC: storage.co.uk

ગુજરાત સરકાર ટેલિફોન ડિરેક્ટરીઓ છપાવીને કરોડો રૂપિયાના ખર્ચા કરે છે પરંતુ ડિજીટલ યુગમાં ડિઝીટલ ટેલિફોન ડિરેક્ટરી બનાવવાની તસદી લેવામાં આવતી નથી. સરકારે ત્રણ વર્ષના વિલંબ પછી 2017મા પ્રસિદ્ધ કરેલી ટેલિકોન ડિરેક્ટરીમાં એવી અસંખ્ય ભૂલો છે કે કર્મચારીઓએ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.

આ ટેલિફોન ડિરેક્ટરીમાં કેટલાક નામો ખોટા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. કેટલીક ઓફિસો કે જે બંધ થઈ ચૂકી છે તેના સરનામા આપવામાં આવેલા છે. આખીને આખી ઓફિસોનો ડિરેક્ટરીમાં ઉલ્લેખ નથી. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના પ્રોટોકોલ દ્વારા આ ડિરેક્ટરી બહાર પાડવામાં આવે છે જેમાં રાજભવન, મંત્રીમંડળ, સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાનસભા સચિવાલય, સચિવાલયના વિભાગો તેમજ સરકારી કચેરીઓના નામ સરનામાં અને ટેલિફોન નંબરો આપવામાં આવેલા છે.

256 પેઇઝની આ ડિરેક્ટરીમાં પ્રસિદ્ધ થયેલા લેન્ડલાઇન નંબરો અધિકારીઓ કે કર્મચારીઓ ક્યારેય ઉપાડતા નથી. એક અધિકારીએ કહ્યું હતું કે મોબાઇલ ફોન સસ્તા અને સરળ થઈ ગયા હોઇ સરકારે તેની કચેરીઓના લેન્ડલાઇન ટેલિફોન બંધ કરી દેવા જોઈએ. આ લેન્ડલાઇન ફોનના કારણે સરકારને મહિને 10 લાખ રૂપિયાનો બિલીંગ ખર્ચ થાય છે.

સરકારમાં વારંવાર બદલીઓ થતી હોવાથી પ્રસિદ્ધ કરવામાં આવેલી ડિરેક્ટરી વ્યર્થ જાય છે. સરકાર ડિરેક્ટરી પ્રસિદ્ધ કરવાની જગ્યાએ કમ્પ્યુટર કે મોબાઇલમાં આવી શકે તેવી આલ્ફાબેટ ડિજીટલ ડિરેક્ટરી બહાર પાડે તો ફિઝિકલ ડિરેક્ટરીનો વધારાનો ખર્ચ અટકી શકે તેમ છે. સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં આવી હજારો ડિરેક્ટરીઓ રેકમાં ધૂળ ખાઈ રહી છે, કારણ કે વિભાગ જરૂરિયાત કરતાં વધારે ડિરેક્ટરીઓ પ્રસિદ્ધ કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp