ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી છતા 64 વર્ષીય હંસાબેન કાચરિયા કોરોનામુક્ત થયા

PC: khabarchhe.com

સુરતનો કતારગામ ઝોન વિસ્તાર સૌથી વધુ કોરોના સંક્રમિત છે, ત્યારે કતારગામના 64 વર્ષીય મહિલા કોમોર્બિડ સ્થિતિમાં હોવાં છતાં તેમના મજબૂત મનોબળ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની સઘન સારવાર અને સતત દેખરેખના કારણે કોરોનામુક્ત થયાં છે. તા.7મી જુલાઈએ તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં તેમના પુત્ર તેમને લેવાં આવ્યાં હતાં, પુત્ર સાથે ઘરે જવાંની આ ક્ષણ ભાવુક કરી દે તેવી હતી.

મુળ સૌરાષ્ટ્રના અમરેલીના જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામના વતની કતારગામના અવધૂતનગર સોસાયટીમાં રહેતાં 64 વર્ષીય હંસાબેન બચુભાઈ કાચરિયા સ્વસ્થ થઈને ઘરે જતી વખતે તેમની ખુશી સમાતી નહોતી.

હંસાબેને અતિ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મને તા.19મીએ કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેથી સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. મને ઘણાં વર્ષોથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી છે, જેની સારવાર અને દવા ચાલે છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારના કારણે આજે હું ઘરે પાછી જઈ રહી છું. સિવિલના ડૉક્ટરો અને નર્સોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે મને કોરોના જેવી મહામારીમાંથી બચાવી છે. છાંયડો સંસ્થા તરફથી અમને અહી ઘર જેવું જમવાનું મળતું હતું, સાથે સવાર સાંજ દૂધ અને નાસ્તો તેમજ ફળો પણ આપવામાં આવતાં હતા.

ડૉક્ટરો મારા બેડ પાસે આવીને ખુબ પ્રેમાળ ભાવથી પૂછતાં કે, ‘માજી, કાંઈ તકલીફ તો નથી ને.. જમવાનું ભાવે છે ને..? તબિયત કેમ છે..? ડૉક્ટરો જાતે આ પ્રકારની કાળજી લે છે, જેથી દર્દીઓને ખુબ સારૂ લાગે છે.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટોરોનું પોતાનો જીવ જોખમમાં નાંખી દર્દીઓનો જીવ બચાવવાનું એકમાત્ર ધ્યેય હોય છે, એમ મને મળેલી સારવારને જોતાં હું કહી શકું છું એમ હંસાબેન જણાવે છે. તબીબી અધીક્ષક રાગિણીબેનના માર્ગદર્શન મુજબ સિવિલના તબીબો દ્વારા સતત કોરોના દર્દીઓને સઘન સારવાર મળતી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp