ગુજરાતની 12 મેડીકલ કોલેજોમાં 700 સીટોના વધારા સાથે ગુજરાતમાં 5500 સીટો ઉપલબ્ધ

PC: deshgujarat.com

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના તબીબી શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તબીબી વિદ્યાર્થીઓને વધુ તકો મળી રહે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે આર્થિક અનામત હેઠળ 700 મેડીકલ બેઠકો પર મંજૂરી મળી છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતની 12 મેડીકલ કોલેજો જેમાં અમદાવાદ, સુરત મ્યુ.કોર્પોરેશન સંચાલિત મેડીકલ કોલેજો, પાલનપુર, દાહોદ બ્રાઉન ફીલ્ડ હેલ્થ પોલિસી હેઠળની 2 કોલેજો સહિત જી.એમ.ઇ.આર.એસ.ની 8 મેડીકલ કોલેજોમાં રાજ્ય સરકારે EWS હેઠળ 28 સીટોના વધારાની માંગણી કરી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 28 ના બદલે દરેક કોલેજને 50 બેઠકોની મંજૂરી આપી છે. અગાઉ રાજકોટ અને ભાવનગર સરકારી કોલેજોની વધારાની 100 બેઠકો મંજૂર કરવામાં આવી હતી.

આમ 700 સીટોની મંજૂરી સાથે ગુજરાતમાં મેડીકલ સીટોની સંખ્યા 5500 જેટલી થવા પામી છે. પરિણામે આવનાર દિવસોમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં તબીબો મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp