ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મુખ્ય સચિવ J N સિંઘનો ઉઘડો લીધો

PC: dnaindia.com

અવાર નવાર હાઈકોર્ટના આદેશની અવગણના અને રાજ્યમાં ટ્રાફિક અને રોડ રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ નીવડતા રાજ્ય સરકારના મુખ્ય સચિવ જે. એન. સિંઘને પોતાનો જવાબ ફાઈલ કરવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગાઉ પણ રાજ્યના બિસ્માર રસ્તાને મામલે રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી, ત્યારે હવે રાજ્ય સરકારના મુખ્ય સચિવ જે. એન. સિંઘનો હાઈકોર્ટે ઉઘડો લીધો હતો.

એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં બિસ્માર રોડ-રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઇને ગુજરાત હાઈકોર્ટમાં સરકાર સામે કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ પીટીશનને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ દ્વારા મુખ્ય સચિવને નોટીસ ફટકારવામાં આવી હતી અને હાઈકોર્ટના ચુકાદાનું પાલન ન કરવા બાબતે હાઈકોર્ટે સચિવનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના મુખ્ય સચિવ જે. એન. સિંઘને કોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તમામ કાયદા નિયમનું પાલન નથી થતું તો તમને પણ શા માટે જેલમાં મોકલવામાં ન આવે? આ મામલે હાઈકોર્ટે આગામી સુનાવણીમાં મુખ્ય સચિવ જે. એન. સિંઘને જવાબ રજૂ કરવાના આદેશ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દિવાળી પહેલા રાજ્યના તમામ રસ્તાઓ સરખા કરવાની જાહેરાત કરી હતી, પરંતુ દિવાળી ગયા પછી પણ રાજ્યમાં ઘણી જગ્યા પર રસ્તા બિસ્માર હાલતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp