હૈદરાબાદમાં જામ્યો ગુજરાતી ફૂડ ફેસ્ટીવલ

PC: pbs.twimg.com

જેમ જેમ તહેવારો નજીક આવતા જાય છે તેમ તેમ હૈદરાબાદ શહેરની વિવિધ સ્ટાર હોટલો દેશના અલગ અલગ રાજ્યોના ફૂડ ફેસ્ટીવલ આયોજીત કરી રહી છે. આ જ સંદર્ભમાં હૈદરાબાદની તાજ ક્રિશ્નાની રેસ્ટોરન્ટ ફિરદૌસમાં હાલમાં ગુજરાતી ફૂડ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. અહીં ગુજરાતી મીઠાઈઓથી માંડીને કેટલીક એવી ડીશો જેમાં નારિયેળ અને તલના છંટકાવ કરેલી ડીશો પણ સામેલ છે તેની મઘમઘતી સુવાસ સાથે પીરસવામાં આવી રહી છે. આ હોટલે ગુજરાત ફૂડ ફેસ્ટીવલને ગુજરાત ટુરીઝમ સાથે ભાગીદારી કરીને આયોજીત કર્યો છે જેનો આશય ફૂડ પ્રમોશન કરવાનો છે.

ફિરદૌસમાં પીરસવામાં આવેલી ગુજરાતી વાનગીઓમાં હાંડવો, મેથીના મુઠીયા અને મકાઈની પેટીસથી શરૂઆત થઇ હતી. હૈદરાબાદના સ્વાદ રસિકોને મુઠીયા સૌથી વધારે પસંદ આવ્યા કારણકે તેમાં ચણાનો લોટ મસાલાઓ સાથે બરોબર મિક્સ કરવામાં આવ્યો હતો. મકાઈની પેટીસ પણ લોકોને સ્વાદિષ્ટ લાગી કારણકે તે ક્રિસ્પી હતી.

ગુજરાતી અથાણાંઓમાં રહેલી વિવિધતા જોઇને લોકો આશ્ચર્ય પામી ગયા હતા. લીલા મરચાનું અથાણું, કેરીનું અથાણું જે ગળ્યું અને ખાટું એમ બંને સ્વાદમાં ઉપલબ્ધ હતું તેનો હૈદરાબાદવાસીઓએ ભરપુર સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત બાજરાનો રોટલો અને થેપલા, બારડોલીની ખીચડી-કઢી, ગુજરાતી દાળ પણ અહીં હીટ રહી હતી.

ડેઝર્ટમાં મગની દાળનો શીરો અને મોહનલાલનો હલવો પીરસવામાં આવ્યો હતો. અમદાવાદના શેફ નીતિન માથુર આ સમગ્ર ગુજરાતી ફૂડ ફેસ્ટીવલનું ક્યુરેટીંગ કર્યું છે જે સોમવારે શરુ થયો છે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે.

હૈદરાબાદના આ ગુજરાતી ફૂડ ફેસ્ટીવલમાં ઉપલબ્ધ ગુજરાતી થાળી રૂ. 2,300 પ્લસ ટેક્સ સાથે ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp